• Home
  • News
  • અમેરિકામાં ‘બોમ્બ સાઇક્લોન’:પૂર્વ અમેરિકામાં બરફના તોફાનનો કેર, 7 કરોડથી વધુ લોકોને અસર; મહિલાનું મોત, અનેક વિસ્તારમાં કટોકટી
post

પૂર્વ અમેરિકામાં બરફના તોફાનને કારણે જનજીવન ખોરવાયું

Written By newsonline | Ahmedabad | Published: 2022-01-31 13:04:23

પૂર્વ અમેરિકામાં બરફના તોફાનને કારણે જનજીવન ખોરવાઇ ગયું છે, જેને કારણે લગભગ 7 કરોડ લોકો વીજકાપનો સામનો કરી રહ્યા છે. પરિવહન પર પણ માઠી અસર થઇ છે. નેશનલ વેધર સર્વિસે એલર્ટ જારી કર્યું છે. તોફાનની સૌથી વધુ અસર ન્યૂયોર્ક અને બોસ્ટન શહેરોમાં જોવા મળી. તોફાનની અસરને ધ્યાનમાં રાખીને વેધર સર્વિસે બોમ્બ સાઇક્લોનની પુષ્ટિ કરી છે. નોંધનીય છે કે બોમ્બ સાઇક્લોનની અસર બહુ તેજ હોય છે. પૃથ્વીની સપાટીની નજીકથી હવા વાયુમંડળમાં ઝડપથી ઉપર ઊઠે ત્યારે સાઇક્લોન બને છે.

મેસાચ્યુસેટ્સના કેટલાક ભાગોમાં 3 ફૂટ સુધી બરફ પડ્યો છે. 1.17 લાખ મકાનોનો વીજપુરવઠો ખોરવાયો છે. તોફાનને ધ્યાનમાં રાખીને ન્યૂયોર્ક, ન્યૂજર્સી અને બોસ્ટનમાં લોકોને ઘરમાં જ રહેવા સલાહ અપાઇ છે. શનિવારે 3,500થી વધુ ફ્લાઇટ્સ રદ કરાઇ હતી. વેધર સર્વિસે ફ્લોરિડાની દક્ષિણમાં ઠંડીનું એલર્ટ જાહેર કર્યું હતું. તોફાનને કારણે પૂર્વના દરિયાકાંઠા પરનાં કસ્બા-શહેરોના લોકોને બને ત્યાં સુધી ઘરમાં જ રહેવા આગ્રહ કરાયો છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે બરફના તોફાન વચ્ચે એક કારમાંથી એક મહિલા મૃત હાલતમાં મળી આવી છે. મેનહટ્ટનની ઉત્તરે 10 ઇંચ બરફ પડ્યો હતો. રેલવેલાઇનો આંશિક ધોરણે બંધ કરી દેવાઇ હતી.

adv

Related News

post
post
post
post
post
post
post