• Home
  • News
  • વિશ્વની પહેલી ફ્લાઇંગ બાઇકનું બુકિંગ શરૂ:સ્ટાર્ટિંગ પ્રાઇસ 3.15 કરોડ રૂપિયા, 272 કિલો સુધીનું વજન ઉપાડી શકશે
post

136 કિલો વજનવાળી બાઈક 272 કિલો વજન લઈ જવા માટે સક્ષમ છે. એને રિમોટથી પણ કંટ્રોલ કરી શકાય છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-01-04 18:16:12

વિશ્વની પહેલી ઊડવાવાળી મોટરસાઇકલનું બુકિંગ શરૂ થઈ ચૂક્યું છે. એ મોટરસાઇકલ 30 મિનિટ સુધીમાં 96 કિમી પ્રતિ કલાકની સ્પીડથી ઉડાન ભરી શકે છે. આ ફ્લાઈંગ બાઈકનું નામ સ્પીડરરાખવામાં આવ્યું છે. એની સ્ટાર્ટિંગ પ્રાઈસ 3.15 કરોડ રૂપિયા રાખવામાં આવી છે.

272 કિલો સુધી વજન ઊંચકવા સક્ષમ
136
કિલો વજનવાળી બાઈક 272 કિલો વજન લઈ જવા માટે સક્ષમ છે. એને રિમોટથી પણ કંટ્રોલ કરી શકાય છે. આ ફ્લાઈંગ બાઈકને અમેરિકાની જેટપેક એવિએશન કંપનીએ ડિઝાઈન કરી છે. ઓરિજિનલ ડિઝાઈનમાં 4 ટર્બાઈન હતાં, પણ ફાઈનલ પ્રોડક્ટમાં 8 ટર્બાઈનનો સમાવેશ થશે. બે ટર્બાઈન બાઈકના પ્રત્યેક ખૂણામાં સેફ્ટી માટે હશે.

સર્ટિફિકેશન મળવાની આશા
જેટપેક એવિએશન વિશ્વની પહેલી ફ્લાઈંગ મોટરસાઇકલનો ફ્લાઈંગ ટેસ્ટ કરી રહી છે. એને અમેરિકી ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનનું સર્ટિફિકેટ મળવાની આશા છે. 2-3 વર્ષમાં કંપનીની 8 જેટ એન્જિનવાળી સ્પીડર ફ્લાઈંગ બાઈક બજારમાં આવી શકે છે.

એક યુટિલિટી વ્હીકલ
કંપની મુજબ ફ્લાઈંગ બાઈક એ એક એર યુટિલિટી વ્હીકલ છે, એટલે કે એનો ઉપયોગ મેડિકલ ઈમર્જન્સી અને આગ ઠારવાના હેતુસર કરવામાં આવી શકે છે. બીજી તરફ કંપની કાર્ગો એરક્રાફ્ટના રૂપમાં મિલિટરી માર્કેટ માટે એક અનમેન્ડ (માનવરહિત) વર્ઝન પણ ડેવલપ કરી રહી છે. એ 400 માઈલ પ્રતિ કલાકની સ્પીડથી જમીનથી 100 ફૂટ ઉપર ઊડી શકે છે.

જાપાને પણ બનાવી ફ્લાઇંગ બાઈક
ગયા વર્ષે જાપાનીઝ સ્ટાર્ટઅપ AERWINS ટેક્નોલોજીએ અમેરિકાના ડેટ્રોઇટ ઓટો શોમાં ફ્લાઇંગ બાઇક ‘XTURISMO’ને લોન્ચ કરી હતી. 100 કિમી પ્રતિ કલાકની ટોપ સ્પીડવાળી આ બાઇક પેટ્રોલ પર ચાલે છે. આ બાઇકનું ઉત્પાદન હજુ મોટે પાયે શરૂ થયું નથી. આ બાઇકને એકસાથે લગભગ 30થી 40 મિનિટ સુધી હવામાં ઉડાવી શકાય છે. ઉડાન ભરતી વખતે 300 કિલોની આ બાઇક લગભગ 100 કિલો વજન સહન કરી શકશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post