• Home
  • News
  • ભારતીય વેક્સિનની ગ્લોબલ ડિમાંડ:બ્રાઝિલ કોવેક્સિનના 50 લાખ ડોઝ ખરીદશે; ભારતમાં બે વેક્સિનને મંજૂરી મળી
post

આના પર અંતિમ મહોર બ્રાઝિલિયન હેલ્થ રેગ્યુલેટર અન્વિસાની અનુમતિ પછી લાગશે

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-04 12:17:39

ભારતીય કંપની ભારત બાયોટેકની વેક્સિન કોવેક્સિનની દુનિયામાં ડિમાંડ છે. બ્રાઝિલિયન એસોસીએશન ઓફ વેક્સિન ક્લિનીક્સ (ABCVAC)એ ભારત બાયોટેકની સાથે સમજૂતી કરી છે. જેના અંતર્ગત બ્રાઝિલને કોવેક્સિનના 50 લાખ ડોઝ આપવામાં આવશે. જો કે, આના પર અંતિમ મહોર બ્રાઝિલિયન હેલ્થ રેગ્યુલેટર અન્વિસાની અનુમતિ પછી લાગશે.

3 જાન્યુઆરીએ ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)એ ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની કોવિશિલ્ડ અને કોવેક્સિનના ઈમર્જન્સી ઉપયોગની મંજૂરી આપી દીધી છે. કોવેક્સિનના ત્રીજા તબક્કાની ટ્રાયલ ચાલી રહી છે. આ પહેલા તેના ઈમર્જન્સી ઉપયોગની મંજૂરી અપાઈ. ભારત બાયોટેકે અત્યારે એ જણાવ્યું નથી કે તે કેટલી અસરકારક છે. હા, એમ જરૂર કહ્યું છે કે એ ઉપયોગ માટે 100% સુરક્ષિત છે. આ દરમિયાન AIIMSના ડિરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું હતું કે બીજો ડોઝ લેવાના 2 સપ્તાહ પછી શરીરમાં એન્ટીબોડિઝ ડેવલપ થશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post