• Home
  • News
  • બ્રિટન: હીથ્રો એરપોર્ટ પર રોજ 10 હજાર મુસાફર આવે છે, છતાં સ્ક્રીનિંગ નથી કરાતું
post

કોરોના સામે ઝઝૂમતા દેશોમાંથી લોકો લંડન આવી રહ્યા છે: નિષ્ણાતો ચિંતિત

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-22 11:18:00

લંડન. કોરોના સામે ઝઝૂમી રહેલા બ્રિટનના હોટસ્પોટ લંડનમાં વિદેશથી આવતા પ્રવાસીઓની નથી કોઇ પૂછપરછ કરાતી કે તેમનું સ્ક્રીનિંગ પણ નથી થતું. સોમવારે તેહરાનથી આવેલા બ્રિટિશ-ઇરાની ઉદ્યોગપતિ ફરજાદ પારિજકર એ જોઇને પરેશાન છે કે તેમના માસ્કથી તેમનું પૂરું મોં પણ ઢંકાતું નહોતું તે છતાં તેઓ કોઇ રોકટોક વિના હીથ્રો એરપોર્ટના ટર્મિનલમાંથી બહાર આવી ગયા જ્યારે તેહરાન એરપોર્ટ પરથી તેઓ ફ્લાઇટમાં બેઠા તે પહેલાં લેસર બીમ થર્મોમીટરથી તેમનું ટેમ્પ્રેચર ચેક કરાયું. તેમને સરનામું, નાગરિકત્વ, મુસાફરીનું કારણ, કોરોનાનાં લક્ષણો  માંગતુ ફોર્મ પણ ભરાવાયું. લંડન આવતી ફ્લાઇટના તમામ 80 મુસાફરે આ ફોર્મ ભર્યું, પણ લંડનમાં તેવું કંઇ જ ન થયું. લંડનમાં બધું નોર્મલ હોય તેવું લાગતું હતું. અહીં એરપોર્ટ પર રોજ 10 હજાર મુસાફર આવી રહ્યા છે.

સ્વાસ્થ્ય મંત્રીએ 15 હજાર પ્રવાસી લંડન આવ્યાનું સ્વીકાર્યું
બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રી મેટ હેન્કોકે એક ઇન્ટરવ્યૂમાં સ્વીકાર્યું હતું કે લંડનમાં 15 હજાર પ્રવાસી રોજ અવર-જવર કરે છે. તેમાંથી 10 હજાર હીથ્રો પરથી જ ટ્રાવેલ કરે છે. બાકીના ગેટવિક, માન્ચેસ્ટર અને બર્મિંગહામ એરપોર્ટનો ઉપયોગ કરે છે. અહીં તેહરાન, ન્યૂયોર્ક, લોસ એન્જેલ્સ, શિકાગો, વોશિંગ્ટન અને ડલાસથી ફ્લાઇટ્સ આવી રહી છે. નિષ્ણાતોના મતે બ્રિટનની મુશ્કેલીઓ વધશે.

બ્રિટનમાં ફસાયેલા ભારતીય ડૉક્ટરે કહ્યું- અમારી દેશમાં વધારે જરૂર છે
ભારતીય મૂળના ઘણા ડૉક્ટર્સ હાલ બ્રિટનમાં ફસાયેલા છે. ભારત સહિત વિદેશોમાંથી દર વર્ષે સંખ્યાબંધ ડૉક્ટર્સ પ્રોફેશનલ એન્ડ લિંગ્વિસ્ટિક એસેસમેન્ટ બોર્ડની ટેસ્ટ આપવા બ્રિટન જાય છે. આ ટેસ્ટનો બીજો ભાગ હોય છે. પહેલા ભાગની ટેસ્ટ પોતાના દેશમાં જ પાસ કરવી પડે છે. તેમાં પાસ થયેલા ડૉક્ટર બ્રિટનમાં એનએચએસમાં કામ કરવા ક્વોલિફાય થઇ જાય છે. આ વખતે પણ ભારતથી મોટી સંખ્યામાં ડૉક્ટર્સ ગયા હતા. કોલકાતાની ડૉ. અનીશા અમીનનું કહેવું હતું કે મારી જરૂર ભારતમાં વધુ છે. કર્ણાટકના ડૉ. અભિષેક ભટ્ટાચાર્યએ કહ્યું કે હાલ તેઓ ભારતમાં હોત તો ઘણા લોકોની મદદ કરી શક્યા હોત. બ્રિટનમાં ભારતીય મૂળના ડૉ. રમેશ મહેતાના કહેવા મુજબ અહીં 150-200 ભારતીય ડૉક્ટર ફસાયા છે. ભારતીય મૂળનાં ડૉ. રાકા મોઇત્રાએ યુવા ભારતીય ડૉક્ટર્સ અંગે સૌથી પહેલાં લોકોનું ધ્યાન ખેંચ્યું. ત્યાર બાદ બ્રિટિશ એસો. ઓફ ફિઝિશિયન ઓફ ઇન્ડિયન ઓરિજિન (બાપિઓ) તથા બ્રિટિશ ઇન્ટરનેશનલ ડૉક્ટર્સ એસો. જેવાં સંગઠનો દ્વારા તેમના માટે રહેવા-જમવાની તથા અન્ય મદદ કરી.

ઇટાલી: કોરોનાના એક્ટિવ કેસ પહેલી વાર ઘટ્યા
ઇટાલીમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યામાં પહેલી વાર ઘટાડો નોંધાયો છે. ત્યાં 1,08,237 લોકો હોસ્પિટલમાં કે ઘરે સારવાર હેઠળ હતા. નાગરિક સુરક્ષા સેવાના વડા એન્જેલો બોરેલીએ કહ્યું કે રોગચાળાના સમયમાં પહેલી વાર હકારાત્મક સંકેત જોવા મળ્યો.

ફ્રાન્સ: આઇસીયુમાં સતત 12મા દિવસે દર્દીઓ ઘટ્યા
ફ્રાન્સમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 547 લોકોનાં મોત થયાં છે. હેલ્થ એજન્સીના વડા જેરોમ સલોમને કહ્યું કે આઇસીયુના દર્દીઓની સંખ્યા સતત 12મા દિવસે ઘટી છે. બીજી તરફ ફ્રાન્સે કડકાઇ વધારતાં યુરોપના 26 દેશમાંથી આવતી ફ્લાઇટ્સ સંપૂર્ણપણે બૅન કરી દીધી છે.

સ્પેન: નવા કેસમાં સતત ત્રીજા દિવસે ઘટાડો નોંધાયો
સ્પેનમાં કોરોનાથી મોતના આંકડામાં મંગળવારે નજીવો વધારો થયો. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ 24 કલાકમાં 430 મોત થયાં. સોમવારે મોતનો આંકડો 399 હતો. નવા 3968 કેસ નોંધાયા છે. નવા કેસ સતત ત્રીજા દિવસે ઘટ્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post