• Home
  • News
  • બ્રિટિશ એરવેઝનો રેકોર્ડ, ફ્લાઈટે એટલાન્ટિકને માત્ર 4 કલાક 56 મિનિટમાં પાર કર્યું
post

આ પહેલા નોર્વિયન એરલાઈન્સની ફ્લાઈટે એટલાન્ટિકને 5 કલાક અને 13 મિનિટમાં પાર કર્યું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-11 11:20:44

લંડનબ્રિટિશ એરવેઝની ફ્લાઈટે ન્યુયોર્કથી લંડન સુધીની મુસાફરી માત્ર 4 કલાક 56 મિનિટમાં પુરી કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે. ડેલી મેલમાં પ્રકાશિત ન્યુઝના જણાવ્યા મુજબ ઓનલાઈન ફ્લાઈટ ટ્રેકર સર્વિસ ફ્લાઈટરડાર24 દ્વારા ઉપલબ્ધ ડેટા મુજબ બોઈંગ 747 શનિવારે ન્યુયોર્ક સ્થિત જોન એફ કેનેડી ઈન્ટરનેશનલ એરપોર્ડ પરથી ઉડાન ભરી અને લંડન સ્થિત હીથ્રો એરપોર્ટ સુધી પહોંચવામાં ઓછો સમય લીધો. ફ્લાઈટે 1290 કિમી પ્રતિ કલાકની ઝડપથી ઉડાન ભરી. બીજી તરફકિયારાતોફાન પણ ફ્લાઈટને 300 કિમી પ્રતિ કલાકની ઝડપથી આગળ ધકેલી રહ્યું હતું.

ફ્લાઈટરડાર24ના જણાવ્યા મુજબ રૂટ પર અન્ય એક ફ્લાઈટ વર્જિન એટલાન્ટિક એરબસ A350 રવિવારે હીથ્રો એરપોર્ટ પહોંચવામાં બ્રિટિશ એરવેઝેથી 1 મિનિટનો સમય વધુ લીધો. જ્યારે વર્જિન એરલાઈનની એક અન્ય ફ્લાઈટે તેનાથી ત્રણ મિનિટનો સમય વધુ લીધો. રીતે ત્રણે ફ્લાઈટ્સે પહેલાની નોર્વિયન એરલાઈન્સનો રેકોર્ડ તોડ્યો છે. નોર્વિયન એરલાઈન્સે એટલાન્ટિક મહાસાગરને પાર કરીને હીથ્રો પહોંચવામાં 5 કલાક 13 મિનિટનો સમય લીધો હતો.

અમેરિકા તરફથી આવનારી ફ્લાઈટ્સને વધુ સમય લાગે છે

ફ્લાઈટમાં બેઠેલા એક મુસાફર ડેવિડ રેડહિલે કહ્યું- જ્યારે પાયલટે ઉપલબ્ધિની જાહેરાત કરી તો બધા સ્તબંધ હતા. તેમણે કહ્યું કે ફ્લાઈટની ઝડપ એટલી વધુ હતી કે તેમને સુવાનો પણ સમય મળ્યો. તમામ મુસાફરો તાળી વગાડી રહ્યા હતા. મેં જોયું તો બધા એક-બીજાને જોઈ રહ્યાં હતા. બધા હેરાન હતા. જ્યારે અમેરિકા તરફ આવનારી ફલાઈટ્સને પહોંચવામાં બેથી અઢી કલાક જેટલો વધુ સમય લાગી રહ્યો છે. જ્યારે બ્રિટન તરફ જનારી ફલાઈટ્સને ઓછો સમય લાગી રહ્યો છે. બ્રિટનના હવામાન વિભાગના જણાવ્યા મુજબ, તોફાનના કારણે શહેરમાં જનજીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયું. ઝડપી હવાના પગલે કચરો ઠેર-ઠેર વિખેરાયો છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post