બ્રેવરમેનના સ્થાને વિદેશ મંત્રી જેમ્સ ક્લેવરલીને ગૃહ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી
Rishi Sunak Sacked home secretary : બ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનકે ગૃહમંત્રીને બરતરફ કર્યા છે. ગૃહ પ્રધાનના એક ઈન્ટરવ્યુમાં આપેલા નિવેદનને લઈને કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો હતો, જેમાં તેમણે લંડન પોલીસ પર પેલેસ્ટાઈન તરફી હોવાનો આરોપ લગાવ્યો હતો.
સુએલાના નિવેદનને લઈને લઈને કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો હતો
બ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનકે તેમની સરકારના સૌથી વરિષ્ઠ પ્રધાનોમાંના એક ગૃહમંત્રી સુએલા બ્રેવરમેનને બરતરફ કરી દીધા છે. ભારતીય મૂળના સુએલાના એક ઈન્ટરવ્યુમાં આપેલા નિવેદનને લઈને કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો હતો જેમાં તેમણે લંડન પોલીસ પર પેલેસ્ટાઈન તરફી હોવાનો આરોપ લગાવ્યો હતો. જો કે બાદમાં તેમણે પોલીસના સમર્થનમાં પોતાનું નિવેદન આપ્યું હતું. હવે બ્રિટિશ વડાપ્રધાન કાર્યાલયના જણાવ્યા અનુસાર બ્રેવરમેનના સ્થાને વિદેશ મંત્રી જેમ્સ ક્લેવરલીને ગૃહ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. આ સિવાય ડેવિડ કેમરનને વિદેશ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. કેમેરોન UK સરકારમાં વિદેશ, કોમનવેલ્થ અને વિકાસ બાબતોના સેક્રેટરી ઓફ સ્ટેટનું પદ સંભાળશે.
શું હતો મામલો ?
લંડનના રસ્તાઓ પર શનિવારે લગભગ 30 હજાર લોકોએ પેલેસ્ટિનિયનોના સમર્થનમાં સંસદ સુધી રેલી કાઢી હતી. આ દરમિયાન ઈઝરાયેલના સમર્થકો પણ રસ્તા પર આવી ગયા હતા. બંને વચ્ચે અથડામણ થઈ હતી. આ ઘટના પર પોલીસે કાર્યવાહી કરતા લગભગ 100 લોકોની ધરપકડ કરી હતી. ગૃહમંત્રી સુએલા બ્રેવરમેને તે રેલી પર નિવેદન આપ્યું હતું કે લંડન પોલીસ પેલેસ્ટિનિયન સમર્થકોની જેમ વર્તી રહી છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે પોલીસે માત્ર ઇઝરાયેલને સમર્થન કરનારાઓની ધરપકડ કરી છે. તેમના આ નિવેદન પર ખુબ જ ટીકા થઈ હતી.