• Home
  • News
  • BROએ વિક્રમી 3 મહિનામાં લેહ નજીક 3 પુલ તૈયાર કર્યા, ચીનના વિરોધ અંગે કહ્યું-ફર્ક પડતો નથી, અમે અમારું કામ કરી છીએ
post

લદ્દાખમાં ભારત-ચીન વચ્ચે 4 પોઇન્ટ પર વિવાદ, તેમા PP-14 (ગલવાન રિવર વેલી), PP-15, હોટ સ્પ્રિંગ્સ અને ફિંગર એરિયાનો સમાવેશ

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-07 09:48:18

લદ્દાખ: બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO)એ રેકોર્ડ સમયમાં લેહ નજીક 3 પુલ તૈયાર કર્યા છે. આ પુલ મારફતે લાઈન ઓફ એક્યુઅલ કન્ટ્રોલ (LAC) પર ભારત-ચીન વચ્ચે જારી તંગ સંબંધ વચ્ચે સેનાના ટેન્કોને સીમા સુધી સરળતાથી પહોંચાડવામાં મદદ મળી હતી. BROના એક અધિકારીએ કહ્યું કે અમે આ પુલોને NH-1ના KM-397 પર તૈયાર કર્યા છે. તેમણે રેકોર્ડ 3 મહિનામાં તૈયાર કર્યા છે.

માર્ગ નિર્માણ અંગે ચીનના વિરોધ અંગે પૂછતા BROના એક્ઝિક્યુટીવ એન્જીનિયર બી કિશને કહ્યું કે BROને તેનાથી કોઈ ફર્ક પડતો નથી. અમને જે કામ આપવામાં આવ્યુ તેના પર ધ્યાન હોય છે.
પ્રધાનમંત્રીએ 3 જુલાઈના રોજ અચાનક લદ્દાખનો પ્રવાસ કર્યો હતો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે અચાનક લદ્દાખનો પ્રવાસ કર્યો હતો. પોસ્ટ પર જવાનો સાથે મુલાકાત કરી હતી. તેમનો જુસ્સો વધારવા માટે સ્પીચ આપી હતી. આ ઉપરાંત તેઓ લેહના મિલિટ્રી હોસ્પિટલમાં દાખલ ગલવાન ઝપાઝપીમાં ઈજા પામેલ સૈનિકની મુલાકાત કરી હતી.

ચીનની સેના સીમા પરથી પીછેહઠ કરી
ગલવાનની ઝપાઝપીના 20 દિવસ બાદ ચીન લાઈન ઓફ એક્ચુઅલ કન્ટ્રોલ (LAC) પર 2 કિલોમીટર પાછળ હટ્યુ છે. તેણે ટેન્ટ અને હંગામી નિર્માણ પણ હટાવ્યા છે. જોકે, ગલવાનના અંતરીયાળ વિસ્તારોમાં ચીનની બખ્તરબંધ ગાડીઓ છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post