• Home
  • News
  • બંગાળમાં ભાજપની ધમકી:પાર્ટી-અધ્યક્ષ દિલીપ ઘોષે કહ્યું- TMCના લોકો નહીં સુધરે તો હાથ-પગ તોડી નાખીશું, જીવ પણ જઈ શકે છે
post

દિલીપ ઘોષનું નિવેદન બંગાળમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીના સિલસિલામાં આવ્યું છે (

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-09 12:29:58

બંગાળમાં આગામી વર્ષે ચૂંટણી યોજાવા જઈ રહી છે, પણ નેતાઓના બોલ અત્યારથી બગડવા લાગ્યા છે. બંગાળ ભાજપના અધ્યક્ષ દિલીપ ઘોષે મમતા બેનર્જીની પાર્ટીને ધમકી આપી છે. તેમણે TMC સમર્થકોને કહ્યું હતું કે કાં તો સુધરી જાઓ, નહીં તો હાથ-પગ તોડી નખાશે, જીવ પણ જઈ શકે છે. ઘોષે રવિવારે પશ્ચિમ મિદનાપુર જિલ્લાના હલ્દિયા વિસ્તારમાં યોજેલી રેલીમાં આવું નિવેદન આપ્યું હતું.

‘6 મહિનામાં સુધરી જાઓ
ઘોષે વધુમાં કહ્યું હતું કે વિધાનસભા ચૂંટણી રાજ્યની પોલીસની જવાબદારી નથી, પણ કેન્દ્રીય સુરક્ષાદળોની હાજરીમાં કરાવવામાં આવે. TMCના જે લોકો હજુ સુધી સુધર્યા નથી અને સામાન્ય માણસોને ટોર્ચર કરી રહ્યા છે તેમને આગામી 6 મહિનામાં સુધરી જવું જોઈએ, નહીં તો હાડકાં ભાંગીને હોસ્પિટલમાં દાખલ થવું પડશે, એમ છતાં નહીં માને તો સ્મશાન જવું પડશે.

‘TMC સરકારના હવે વધુ દિવસ નથી બાકી
ઘોષે કહ્યું હતું કે બંગાળમાં અમારી પાર્ટી જીતશે તો રાજ્યમાં ફરીથી લોકતંત્ર પહેલાં જેવું થશે. હું વિશ્વાસ અપાવું છું કે કેન્દ્ર સરકાર બંગાળના લોકો સાથે છે. રાજ્યમાં સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવામાં આવે. લોકો ડર્યા વગર મત આપી શકે. TMC સરકારના હવે વધુ દિવસો નથી વધ્યા.

ગત સપ્તાહે અમિત શાહે બંગાળની મુલાકાત લીધી હતી
બંગાળની 294 બેઠક પર આગામી વર્ષે એપ્રિલ-મે મહિનામાં ચૂંટણી યોજાય તેવી આશા છે. ભાજપે અહીં 200 બેઠક જીતવાનો ટાર્ગેટ નક્કી કર્યો છે. ગત સપ્તાહે ગૃહમંત્રી અમિત શાહે બંગાળની 2 દિવસની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું હતું કે પશ્વિમ બંગાળમાં તુષ્ટીકરણના રાજકારણથી અહીંની મહાન પરંપરાને ઠેસ પહોંચી છે. તમે કોંગ્રેસને તક આપી, કોમ્યુનિસ્ટને તક આપી, 2 વખત મમતા દીદીને તક આપી. એક વખત મોદીને તક આપી જુઓ. અમે 5 વર્ષમાં સુવર્ણ બાંગ્લા બનાવવાનો વાયદો કરીએ છીએ.

 

adv

Related News

post
post
post
post
post
post
post