• Home
  • News
  • BSFએ એક-બે નહીં 69 પાકિસ્તાની ડ્રોન તોડી પાડ્યા, જાણો ચીન સાથે તેનું શું કનેક્શન
post

BSFએ છેલ્લા 10 મહિનામાં આંતરરાષ્ટ્રીય બોર્ડર પાસે 69 પાકિસ્તાની ડ્રોન જપ્ત કરવાનો રેકોર્ડ બનાવ્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-11-25 19:49:03

BSF shot down Pakistani drones: BSFએ જાન્યુઆરી 2023થી ભારતીય ક્ષેત્રમાં ઘૂસેલા 69 પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યા છે. જેમાંથી મોટા ભાગના ડ્રોન ચીનમાં બનેલા છે. સાથે જ બીએસએફ દ્વારા જે ડ્રોન તોડી પાડવામાં આવ્યા છે. આ તોડી પાડેલા ડ્રોન દ્વારા પાકિસ્તાની તસ્કરો દ્વારા ભારતમાં નાર્કોટિક્સ મોકલવામાં આવતું. જે બાબતની સંબંધિત જાણકારી BSF દ્વારા આપવામાં આવી હતી. 

2023માં 69 ડ્રોનને તોડી પાડવામાં આવ્યા 

BSF દ્વારા મળતી માહિતી મુજબ મોટાભાગના ડ્રોન ચીનમાં બનેલા હતા. ચાર રોટરવાળા વિવિધ મોડલના ડ્રોન ક્વાડકોપ્ટર ડિઝાઇનના છે. માહિતી અનુસાર, BSFએ આ વર્ષે 1 જાન્યુઆરીથી 31 ઓક્ટોબર વચ્ચે ભારતની પશ્ચિમી સરહદ પર પંજાબ, રાજસ્થાન અને જમ્મુ સરહદો પરથી પસાર થતા આવા કુલ 69 ડ્રોન જપ્ત કર્યા છે.

પંજાબ અને રાજસ્થાનની બોર્ડરથી પણ ડ્રોન જપ્ત કરાયા 

આ 69 ડ્રોનમાંથી 60 પંજાબ બોર્ડર પરથી અને 9 રાજસ્થાન બોર્ડર પરથી જપ્ત કરવામાં આવ્યા છે. ઓક્ટોબરમાં પંજાબ બોર્ડર પરથી સૌથી વધુ 19 અને રાજસ્થાન બોર્ડર પરથી બે ડ્રોન પકડાયા હતા. જો કે, જૂનમાં 11 ડ્રોન જપ્ત કરવામાં આવ્યા હતા. મે મહિનામાં 7 તેમજ  ફેબ્રુઆરી, જુલાઈ અને સપ્ટેમ્બરમાં 6-6 ડ્રોન પકડાયા હતા. જયારે ઓગસ્ટમાં 5, માર્ચ અને એપ્રિલમાં 3-3  અને જાન્યુઆરીમાં 1 ડ્રોન જપ્ત કર્યું હતું. 

ત્રણ વર્ષમાં 93 ડ્રોન કરવામાં આવ્યા જપ્ત

ડેટા અનુસાર જાન્યુઆરી, માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં રાજસ્થાન બોર્ડર પરથી કોઈ ડ્રોન ઝડપાયા નથી. 1 જાન્યુઆરી, 2020 થી આ વર્ષે 31 ઓક્ટોબર સુધીમાં, BSFએ કુલ 93 ડ્રોન જપ્ત કર્યા છે. તેમાંથી માત્ર એક ડ્રોન જૂન 2020માં અને એક ડિસેમ્બર 2021માં જમ્મુ બોર્ડર પરથી જપ્ત કરવામાં આવ્યું હતું.

આ ડ્રોન મારફતે નશીલા પદાર્થોની કરવામાં આવતી હતી તસ્કરી 

BSFના અધિકારીએ જણાવ્યું હતું કે પાકિસ્તાની તસ્કરો દ્વારા આ ડ્રોન મારફતે 500 ગ્રામથી લઈને 1 કિલો હેરોઈન ભારત મોકલવામાં આવતું. આ ડ્રોન રાત્રે ઉડાડીને ભારત-પાકિસ્તાન બોર્ડરને સરળતાથી ક્રોસ કરી શકાય છે. પાકિસ્તાની તસ્કરો  ભારતના પંજાબ સરહદે ડ્રગ્સની તસ્કરી માટે ડ્રોનનો ઉપયોગ કરતા હતા. આ ડ્રોન તરનતારન, અમૃતસર, ફિરોઝપુર, ગુરદાસપુર અને અબોહર જિલ્લામાંથી મળી આવ્યા હતા.

આ ડ્રોનનું ચીન સાથે શું કનેક્શન?

અધિકારીઓ દ્વારા મળતી માહિતી મુજબ તસ્કરી માટે વાપરવામાં આવતા મોટાભાગના ડ્રોન ચીનમાં બનેલા હતા. તેની પાછળનું કારણ એ છે કે અન્ય ડ્રોન કરતા ચીનના ડ્રોન ખુબ જ સસ્તા મળી રહે છે. જેથી જો આ ડ્રોન પકડાઈ જાય તો પણ તસ્કરોને મોટું નુકશાન થતું નથી. 

adv

Related News

post
post
post
post
post
post
post