• Home
  • News
  • 28-29 ફેબ્રુઆરીની જગ્યાએ 1લી ફેબ્રુઆરીએ બજેટ, PM મોદીની આ પહેલનો હતો આ હેતુ
post

દેશની આઝાદી પછી સૌથી વધુ વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ દેશના પહેલા બિનકોંગ્રેસી વડાપ્રધાન મોરારજી દેસાઈના નામે છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-01 11:26:58

ભારત સરકારના સૌથી મોટા મંત્રાલયમાંનું એક રેલવે મંત્રાલયનું બજેટ પહેલાં દર વર્ષે સામાન્ય બજેટના થોડા દિવસ પહેલાં જ રજૂ થતું હતું. દેશનું પહેલું રેલવે બજેટ વર્ષ 1924માં રજૂ થયું, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી NDA સરકારે વર્ષ 2016માં આ પરંપરા બદલી નાખી. તત્કાલીન નાણામંત્રી અરુણ જેટલીએ રેલવે બજેટને સામાન્ય બજેટ સાથે રજૂ કર્યું હતું.

અંગ્રેજોના સમયની પરંપરા તોડી
વર્ષ 2016માં દેશને રેલવે બજેટને માત્ર સામાન્ય બજેટ સાથે જ રજૂ ન કરાયું, પરંતુ અંગ્રેજોના સમયથી ચાલતી આ જૂની પરંપરાને પણ તોડવામાં આવી. મોદી સરકારે ફેબ્રુઆરીના અંતિમ દિવસે રજૂ થનારા બજેટને ફેબ્રુઆરીના પહેલા દિવસે જ રજૂ કરવાનો પ્રારંભ કર્યો. એનું કારણ બજેટ સાથે જોડાયેલી તમામ પ્રક્રિયાઓને 1 એપ્રિલે એટલે કે નવા નાણાકીય વર્ષ શરૂ થતાં પહેલાં પૂરી કરવાની છે, જેથી સરકાર 1 એપ્રિલથી જ નવા નાણાકીય વર્ષની દૃષ્ટિએ કામ કરવાનું શરૂ કરી દે અને બજેટ સારી રીતે લાગુ કરવામાં આવી શકે. આ પહેલાં બજેટની સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થવામાં મે-જૂન સુધીનો સમય લાગતો હતો.

સાંજે 5 વાગ્યાને બદલે 11 વાગ્યે બજેટ રજૂ કરવાનો પ્રારંભ
કેન્દ્ર સરકારે બજેટ સાથે જોડાયેલી અંગ્રેજોના સમયની વધુ એક પરંપરાને બદલવાનું સાક્ષી રહ્યું છે. પહેલાં દેશનું સામાન્ય બજેટ સાંજે 5 વાગ્યે રજૂ થતું હતું, પરંતુ જ્યારે નાણામંત્રી યશવંત સિન્હાએ ભાજપના નેતૃત્વવાળી NDA સરકારના 1999નું સામાન્ય બજેટ રજૂ કર્યું તો તેમણે આ પરંપરાને તોડતાં સવારે 11 વાગ્યે સંસદમાં એને રજૂ કર્યું, ત્યારથી બજેટ રજૂ કરવાનો સમય 11 વાગ્યે થઈ ગયો.

સૌથી વધુ વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ
દેશની આઝાદી પછી સૌથી વધુ વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ દેશના પહેલા બિનકોંગ્રેસી વડાપ્રધાન મોરારજી દેસાઈના નામે છે. પંડિત જવાહરલાલ નેહરુ અને ઈન્દિરા ગાંધીની સરકારમાં નાણામંત્રી રહેલા મોરારજી દેસાઈએ કુલ 10 વખત બજેટ રજૂ કર્યું. સૌથી વધુ વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ પણ તેમના નામે જ છે. તેમની સાથે વધુ એક રસપ્રદ વાત એ છે કે તેમનો જન્મદિવસ 29 ફેબ્રુઆરીએ જ આવતો હતો. એવામાં 1960 અને 1968માં બે વખત એવો દિવસ આવ્યો કે તેમણે પોતાના જન્મદિવસના રોજ બજેટ રજૂ કર્યું હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post