• Home
  • News
  • સ્પેનથી આવી રહ્યું છે 'C-295', આવા 40 વિમાનોનું ઉત્પાદન વડોદરામાં થશે, IAFની વધશે તાકાત
post

ગત વર્ષે સપ્ટેમ્બરમાં જ ભારતે એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસ સાથે 56 C-295 વિમાનો ખરીદવાની ડીલ કરી હતી, આ વિમાન Avro-748 વિમાનનું સ્થાન લેશે

Written By newsonline | Ahmedabad | Published: 2023-09-13 14:50:15

ભારતીય વાયુસેનાની તાકાતમાં મજબૂત વધારો થવા જઈ રહ્યો છે. ટૂંક  સમયમાં C-295 સૈન્ય વિમાન ભારતમાં લેન્ડ થશે. આ વિમાન સ્પેનથી મળશે. અહેવાલો અનુસાર ભારતીય વાયુસેનાના પ્રમુખ આ વિમાનને રિસીવ કરવા માટે સ્પેન પહોંચી ગયા છે.

ગત વર્ષે સપ્ટેમ્બરમાં ડીલ થઈ હતી 

માહિતી અનુસાર ગત વર્ષે સપ્ટેમ્બરમાં જ ભારતે એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસ સાથે 56 C-295 વિમાનો ખરીદવાની ડીલ કરી હતી. આ વિમાન Avro-748 વિમાનનું સ્થાન લેશે. 

ગુજરાતના વડોદરા માટે મહત્ત્વપૂર્ણ 

ખાસ વાત એ છે કે સ્પેનથી ભારતને 16 C-295 વિમાન મળશે. જોકે બાકીના 40 વિમાનોનું ઉત્પાદન ગુજરાતના વડોદરામાં કરાશે. એવી શક્યતા છે કે યુપીના ગાઝિયાબાદમાં હિંડન એરબેઝ પર 25 સપ્ટેમ્બરમાં આ વિમાન લેન્ડ કરી શકે છે.  ભારતે આ ડીલ 21 હજાર કરોડ રૂપિયામાં કરી હતી. સમજૂતી હેઠળ વર્ષમાં 16 વિમાનો મળવાના છે. 

ક્યાં સુધી મળી જશે આ વિમાન 

અધિકારીઓએ આપેલી માહિતી અનુસાર ભારતને બીજું  C-295 વિમાન મે 2024 સુધી મળી જશે. જ્યારે બાકીના 16 વિમાન 2025 સુધી મળશે. જ્યારે ભારતમાં તૈયાર થનાર પ્રથમ સ્વદેશી વિમાન સપ્ટેમ્બર 2026 સુધી મળશે અને અન્ય 39 વિમાન ઓગસ્ટ 2031 સુધી મળવાની શક્યતા છે. 

વિમાનની વિશેષતા શું છે

સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે 5-10 ટન ક્ષમતા ધરાવતું આ પરિવહન વિમાન અનેક સ્થિતિમાં અલગ અલગ મિશનને અંજામ આપી શકે છે. તેમાં 11 કલાક સુધી ઉડાન ભરવાની સાથે સાથે ઓછી જગ્યામાં લેન્ડિંગ કરવાની ક્ષમતા પણ છે. ખાસ વાત એ છે કે આ નિયમિત રીતે રણવિસ્તારથી સમુદ્રના વાતાવરણ સુધીમાં દિવસની સાથે સાથે રાતના યુદ્ધ અભિયાનમાં પણ મદદરૂપ થઈ શકે છે. તેમાં 9 પેલોડ કે પછી 71 જવાનો અથવા 45 પેરાટ્રુપર્સને લઈ જવાની ક્ષમતા છે. તે 480 કિ.મી. પ્રતિકલાકની મહત્તમ ઝડપે મિશનને અંજામ આપી શકે છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post