• Home
  • News
  • કેનેડાના પીએમ જસ્ટિન ટૂડોના પ્લેનમાં સર્જાઈ ખામી, દિલ્હીમાં 36 કલાક વધુ રોકાવું પડ્યું
post

જસ્ટિન ટૂડો 8મી સપ્ટેમ્બરના રોજ દિલ્હી પહોંચ્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2023-09-12 13:47:36

કેનેડાના પીએમ જસ્ટિન ટૂડો ગઈકાલે ભારતથી પોતાના દેશ જવા રવાના થયા હતા ત્યારે તેમના પ્લેનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી જેના કારણે તે પોતાના દેશ પરત ફરી શક્યા ન હતા અને તેમને દિલ્હીમાં જ રોકાઈ જવું પડ્યું હતું. તેમને પોતાના દિકરા સાથે બે દિવસ દિલ્હીની હોટલમાં જ રોકાવું પડ્યું હતું. 

જસ્ટિન ટૂડો 8મી સપ્ટેમ્બરના રોજ દિલ્હી પહોંચ્યા હતા

કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટૂડો G-20 સમિટમાં ભાગ લેવા માટે 8મી સપ્ટેમ્બરના રોજ દિલ્હી પહોંચ્યા હતા. તેમણે રવિવારના રોજ પ્રધાનમંત્રી મોદી સાથે દ્વિપક્ષિય બેઠક કરી હતી. આ બેઠકમાં ખાલિસ્તાનનો મુદ્દો પણ વડાપ્રધાને ઉઠાવ્યો હતો. આ બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સમાં પ્રધાનમંત્રી ટૂડોએ કહ્યું હતું કે અમે હિંસા રોકવા તૈયાર છીએ કેનેડા હમેશા અભિવ્યકિત સ્વતંત્રતા, અંતરાત્માની સ્વતંત્રા અને શાંતિપૂર્ણ વિરોધની સ્વતંત્રાની રક્ષા કરશે. આ સિવાય ટૂડોએ જલવાયું પરિવર્તન અને નાગરિકોના વિકાસ અને સમૃદ્ધિના મુદ્દે ભારતને એક મહત્વપુર્ણ ભાગીદાર ગણાવ્યો હતો. 

આ પહેલા પણ તેમના પ્લેનમાં ખામી સર્જાઈ હતી

કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટૂડો G20 સમિટમાં હાજરી આપ્યા બાદ ગઈકાલે જ્યારે તે પોતાના દેશ પરત ફરી રહ્યા હતા ત્યારે તેના પ્લેનમાં અચાનક ખામી સર્જાઈ હતી જેના કારણે તેને 36 કલાક સુધી દિલ્હીમાં જ રોકાઈ જવાની ફરજ પડી હતી. આ સાથે જ કેનેડાનું પ્રધિનિધિમંડળ પણ દિલ્હીમાં રોકાયું હતું. આ પહેલા પણ જ્યારે 2018માં કેનેડાના પ્રધાનમંત્રી ભારત આવ્યા હતા ત્યારે પણ તેના પ્લેનમાં ખરાબી આવી હતી. તેમનું પ્લેન 35 વર્ષ કરતા પણ જુનુ છે. હવે તે અને તેના પ્રતિનિધિમંડળ સાથે બેકઅપ પ્લેનમાં પોતાના દેશ પરત ફર્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post