• Home
  • News
  • સુશાંતના મોતનો મામલો:CBI ટીમ મુંબઇ પહોંચી, તપાસ માટે 3 ટીમ બનાવવામા આવી, પોલીસ કમિશ્નરે કહ્યું- સહયોગ કરીશું
post

CBIએ આ મામલાની તપાસ માટે 10 સભ્યોની SITનું ગઠન કર્યું છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-21 10:15:29

સુશાંતસિંહ રાજપૂત મોત મામલાની તપાસ CBIના હાથમાં છે. CBIની SITની ટીમ ગુરૂવારે સાંજે દિલ્હીથી મુંબઇ પહોંચી ગઇ. મુંબઇ પોલીસ કમિશ્નર પરમબીર સિંહે કહ્યું કે CBIની ટીમ તપાસમાં મદદ કરશે. આ પહેલા પોલીસ કમિશ્નરે રાજ્ય ગૃહમંત્રી અનિલ દેશમુખ સાથે મુલાકાત કરી હતી. મુંબઇ પોલીસના DCP અભિષેક ત્રિમુખેને CBI અને મુંબઇ પોલીસ વચ્ચે નોડલ ઓફિસર નિયુક્ત કરવામા આવ્યા છે. ત્રિમુખે સુશાંત કેસન તપાસમાં સામેલ હતા. બીજી તરફ CBIની ટીમ કાલે બાન્દ્રા પોલીસ પાસેથી આ મામલાના દરેક દસ્તાવેજો તેમના હાથમાં લેશે.

CBIએ આ મામલે ગુજરાત કેડરના IPS મનોજ શશિધરના નેતૃત્વમાં SITનું ગઠન કર્યું છે. ગુજરાત કેડરના મહિલા IPS અધિકારી ગગનદીપ ગંભીર પણ આ ટીમમાં સામેલ છે જેઓ દિલ્હીમાં CBI હેડક્વાર્ટરમાં કાર્યરત છે. તેમની સાથે કુલ 10 લોકોની ટીમ આ કેસ પર એકસાથે કામ કરશે.

આ ટીમ ત્રણ ભાગમાં કામ કરશે

·         સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ કેસ પર CBIની ટીમ ત્રણ ભાગમાં વિભાજિત કરવામા આવી છે. દરેક ટીમમાં ત્રણ સભ્યો હશે અને તેઓ IPS મનોજ શશિધરને રિપોર્ટ કરશે.

·         પહેલી ટીમને આ મામલાથી જોડાયેલા દસ્તાવોજે જવા કે કેસ ડાયરી, ક્રાઇમ સીન ફોટોગ્રાફ, ઓટોપ્સી રિપોર્ટ, મુંબઇ પોલીસનો ફોરેન્સિક રિપોર્ટ, ઓટોપ્સી રિપોર્ટ, સાક્ષીઓના નિવેદનો વગેરેની કોપી જમા કરવાની જવાબદારી આપવામા આવી છે.

·         બીજી ટીમ રિયા ચક્રવર્તી અને તેમના પરિવારથી જોડાયેલા લોકો, સુશાંતના પૂર્વ મેનેજર, તેમના ઘરે કામ કરતા લોકોની પૂછપરછ કરશે. તે દિવસે ઘટનાસ્થળે ઉપસ્થિત દરેક લોકોના નિવેદન ફરીથી નોંધવામા આવશે.

·         ત્રીજી ટીમ આ મામલે પ્રોફેશનલ ઝઘડા, બોલીવુડના નામચીન લોકો અને સુશાંતનું પોસ્ટમોર્ટમ કરનારા ડોક્ટર્સની પૂછપરછ કરશે. સીન ઓફ ક્રાઇમને રિક્રિએટ કરવાની જવાબદારી પણ આ ટીમને સોંપવામા આવી છે.

·         તે સિવાય CBIની ટીમ EDની ટીમ દ્વારા કરવામા આવેલા મની લોન્ડરિંગ કેસના ફાઇન્ડિંગ રિપોર્ટના આધારે પણ આ કેસને આગળ લઇને જશે.

·         CBIની તપાસ બિહાર પોલીસની FIR પર બેઝ્ડ રહેશે. તેમાં આત્મહત્યા માટે ઉકસાવવા, છેતરપિંડી અને ષડયંત્ર રચવાની ફરિયાદ દાખલ કરવામા આવી હતી. તે ફરિયાદમાં IPC કલમ 341, 348, 380, 406, 420, 306 અને 120B સામેલ છે.

તે સિવાય CBIને આ પોઇન્ટ્સની પણ માહિતી મેળવવાની છે

·         સુશાંતસિહ રાજપૂતનું મૃત્યુ આત્મહત્યા છે કે મર્ડર? બન્ને પાછળનું કારણ.

·         સુશાંતના મૃત્યુમાં રિયા, તેમના પરિવાર, બોલીવુડથી જોડાયેલા લોકો અને તમના ઘરે કામ કરનારા લોકોની શું ભૂમિકા હતી ?

·         પૈસાની લેવડ-દેવડ, કમાણી અને સુશાંતના પિતા દ્વારા લગાવવામાં આવેલા આરોપની તપાસ કરવી.

·         સુશાંતની બીમારી, તેની ડિપ્રેશનની થ્યોરી અને ડોક્ટર્સના દાવાની તપાસ કરવી. પિતાએ ડોક્ટર્સ પર પણ શંકા જાહેર કરી છે.

·         પોસ્ટમોર્ટમ રિપોર્ટની હકીકતની તપાસ કરવી અને ફોરેન્સિક રિપોર્ટ સાથે તે મેચ કરવી.

·         કોલ ડિટેલ્સની ઓળખ અને ઇલેક્ટ્રોનિક એવિડન્સના આધારે આ કેસની ઉંડાણ સુધી જવાનો પ્રયાસ કરવામા આવશે.

·         13 અને 14 જૂનનું સમગ્ર સત્ય સામે લાવવાની જવાબદારી CBIના શિરે રહેશે.

CBI સામે 3 પડકાર
1.
સુશાંતની મૃત્યુને 60થી વધુ દિવસો થઇ ગયા છે. ક્રાઇમ સીન પર પુરાવા નષ્ટ થઇ ગયા હશે. CBI પાસે ઘટના સમયની તસવીરો જ આધાર હશે.
2.
મુંબઇ પોલીસનો સમગ્ર રેકોર્ડ મરાઠી ભાષામાં છે અને મરાઠીથી અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કરવામાં લાંબો સમય લાગી શકે છે. તેમાં 56 સાક્ષીઓના નિવેદન પણ સામેલ છે.
3.
સુશાંતની મૃત્યુને કોઇ જોનાર સાક્ષી નથી. માત્ર એક વ્યક્તિ છે જેણે મૃતદેહનો લટકેલો જોયો અને મૃતદેહ ઉતારી દીધો. તેથી આ ડેડ બોડી ક્યાં અને કેવી રીતે લટકેલી હતી તે સમજવા માટે CBIને ઘણી મહેનત કરવી પડશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post