• Home
  • News
  • કેન્દ્રએ સીરમ ઇન્સ્ટિટ્યૂટને 1.10 કરોડ વેક્સિનનો ઓર્ડર આપ્યો, એક ડોઝની કિંમત 200 રૂપિયા હશે
post

ત્રણ જાન્યુઆરીએ DCGIએ મંજૂરી આપી

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-12 11:01:00

કેન્દ્ર સરકારે ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની વેક્સિન કોવિશીલ્ડ માટે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા(SII)ને ઓર્ડર આપી દીધો છે. SIIના અધિકારીઓએ સોમવારે આ માહિતી આપી. વેક્સિનના એક ડોઝની કિંમત 200 રૂપિયા હશે. કોવીશીલ્ડના દર સપ્તાહે એક કરોડથી વધુ ડોઝની સપ્લાઈ કરવામાં આવી શકે છે. સરકારે વેક્સિનેશન માટે 16 જાન્યુઆરીની તારીખ નક્કી કરી છે.

ત્રણ જાન્યુઆરીએ DCGIએ મંજૂરી આપી
ભારતના ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ ત્રણ જાન્યુઆરીએ કોવિશીલ્ડને મંજૂરી આપી હતી. જેની ઈફેક્ટિવનેસ અંગે અલગ અલગ વાત સામે આવી છે. એસ્ટ્રાજેનેકાએ વેક્સિનની ઓવરઓલ ઈફેક્ટિવનેસ 90% સુધી હોવાનો દાવો કર્યો હતો.

આ અંગે ભારતીય રેગ્યુલેટરનું માનવું છે કે આ વેક્સિન 70% સુધી ઈફેક્ટિવ છે. આ પ્રકારની અલગ અલગ માહિતી સામે આવી રહી છે તો બ્રિટિશ અને ભારતીય રેગ્યુલેટરના અભ્યાસને જાણવો જરૂરી બની ગયો છે.

ઓક્સફોર્ડે બનાવી છે વેક્સિન
કોવિશીલ્ડ અથવા AZD1222ને ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને તેની કંપની વેક્સિટેકે મળીને બનાવી છે. જેમાં ચિમ્પાઝીમાં ઠંડીના કારણે બનનારા વાઈરસ(એડેનોવાઈરસ)ને નબળા કરીને ઉપયોગ કરાયા છે. જેમાં SARS-CoV-2 એટલે કે નોવેલ કોરોના વાઈરસના જેનેટિક મટેરિયલ છે.

વેક્સિનેશન દ્વારા સરફેટ સ્પાઈક પ્રોટીન બને છે અને આ SARS-CoV-2 વિરુદ્ધ ઈમ્યુન સિસ્ટમ બનાવે છે. જેથી ભવિષ્યમાં જો નોવેલ કોરોનાવાઈરસ હુમલો કરે તો શરીર તેનો મજબૂતાઈથી જવાબ આપી શકે.

 

adv

Related News

post
post
post
post
post
post
post