• Home
  • News
  • ઉજ્જવલા યોજનામાં સબસિડી વધારવા કેન્દ્રિય કેબિનેટે આપી મંજૂરી, લાભાર્થીને 600 રૂપિયામાં મળશે ગેસ સિલિન્ડર
post

લાભાર્થીઓ માટે સબસિડી 200 રૂપિયાથી વધારીને 300 રૂપિયા કરી દેવામાં આવી

Written By newsonline | Ahmedabad | Published: 2023-10-04 18:01:14

LPG Cylinder Subsidy : કેન્દ્રિય કેબિનેટે એક મોટો નિર્ણય લીધો છે જેમાં ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે સબસિડી 200 રૂપિયાથી વધારીને 300 રૂપિયા (Subsidy increased from Rs 200 to Rs 300) કરી દેવામાં આવી છે. હવે લાભાર્થીઓને ગેસ સિલિન્ડર 600 રૂપિયામાં મળશે. 

હવે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને 600 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે

કેન્દ્રિય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે વડાપ્રધાનની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ હતી. અમે રક્ષાબંધન અને ઓણમના અવસર પર LPG સિલિન્ડરમાં 200 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. આ કિંમત 1100 રૂપિયાથી ઘટીને 900 રૂપિયા થઈ ગઈ છે. ઉજ્જવલા યોજનાના લાભાર્થીને 700 રૂપિયામાં ગેસ મળવા લાગ્યો હતો. હવે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓની બહેનોને 300 રૂપિયાની સબસિડી મળશે એટલે હવે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ (Ujjwala Beneficiaries will now get gas cylinders for Rs 600)ને 600 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે.


adv

Related News

post
post
post
post
post
post
post