• Home
  • News
  • CEO એલન મસ્કની નેટવર્થ 23 દિવસમાં 1.25 લાખ કરોડ રૂપિયા વધી; તે રિલાયન્સના સમગ્ર વર્ષના નફાથી ત્રણ ગણી
post

માર્કેટ કેપમાં સૌથી મોટી ભારતીય કંપની રિલાયન્સને 2019માં 43368 કરોડ રૂપિયાનો નફો થયો

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-06 10:05:46

અમેરિકાની ઈલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાના શેરમાં વધારાનો સિલસિલો ચાલુ છે. મંગળવારે તેમાં 20.5 ટકા તેજી આવી. છેલ્લા બે દિવસમાં શેર 40 ટકા વધ્યા. વર્ષે 23 કારોબારી દિવસોમાં અત્યાર સુધીમાં 114 ટકા તેજી આવી ચૂકી છે. શેરમાં તેજીના પગલે કંપનીના સીઈઓ એલન મસ્કની નેટવર્થ વર્ષે 17.6 અબજ ડોલર(1.25 લાખ કરોડ રૂપિયા) વધી છે. રકમ ભારતની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના વાર્ષિક નફાથી ત્રણ ગણી છે. 2019ના ચાર ત્રિમાસિકમાં રિલાયન્સનો કુલ નફો 43,368 કરોડ રૂપિયા રહ્યો હતો. બ્લૂમબર્ગ બિલેનિયરના ઈન્ડેક્સના જણાવ્યા મુજબ મસ્કની નેટવર્થ 45.2 અબજ ડોલર(3.20 લાખ કરોડ રૂપિયા) છે.

 

એલન મસ્કની નેટવર્થ 23 દિવસમાં 1.25 લાખ કરોડ રૂપિયા વધી ગઈ.


રિલાયન્સનો નફો

ત્રિમાસિક

નફો(રૂપિયા)

જાન્યુઆરી-માર્ચ

10,362 કરોડ

એપ્રિલ-જૂન

10,104 કરોડ

જુલાઈ-સપ્ટેમ્બર

11,262 કરોડ

ઓક્ટોબર-ડિસેમ્બર

11,640 કરોડ

કુલ

43,368 કરોડ

 

adv

Related News

post
post
post
post
post
post
post