• Home
  • News
  • ચંપઈ ફ્લોર ટેસ્ટમાં પાસ:સમર્થનમાં 47 અને વિરોધમાં 29 ધારાસભ્ય, ભાજપ, જેએમએમ અને અપક્ષના એક-એક ધારાસભ્ય ગેરહાજર, સરયુ રાયે મતદાન કર્યું નહીં
post

હેમંત સોરેને કહ્યું દેશમાં પહેલીવાર મુખ્યમંત્રીની ધરપકડ થઇ

Written By newsonline | Ahmedabad | Published: 2024-02-05 16:26:56

ઝારખંડમાં છેલ્લા અઠવાડિયાથી ચાલતા રાજકીય ડ્રામાનો અંત આવ્યો છે. ઝારખંડના નવનિયુક્ત મુખ્યમંત્રી ચંપઈ સોરેને વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ પાસ કરી દીધો છે. 5 ફેબ્રુઆરીએ બપોરે 2 વાગ્યે વોટિંગ થયું હતું, જેમાં ચંપઈ સરકારને સમર્થનમાં 47 વોટ મળ્યા છે જ્યારે વિપક્ષને કુલ 29 વોટ મળ્યા છે. ઝારખંડની નવી સરકારે આજે વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ પાસ કરી લીધો છે. આ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેને ગૃહમાં કહ્યું હતું કે લાગે છે કે મારી ધરપકડમાં રાજભવન પણ સામેલ છે. અગાઉ હેમંત સોરેનની ED દ્વારા 31 જાન્યુઆરીએ જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ ચંપાઈ સોરેનને JMMના ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. ચંપાઈ સોરેને ગયા શુક્રવારે રાજભવનમાં મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા જે બાદ આજે ચંપાઈ સરકારે વિધાનસભામાં બહુમતી મેળવી છે.

હેમંત સોરેને કહ્યું દેશમાં પહેલીવાર મુખ્યમંત્રીની ધરપકડ થઇ
23 મિનિટના ભાષણમાં હેમંત સોરેને કેન્દ્ર સરકાર અને ભાજપને આકરા સૂરમાં જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે દેશમાં પહેલીવાર કોઈ મુખ્યમંત્રીની ધરપકડ થઈ છે. તેની પાછળ રાજભવન જવાબદાર હોવાનું જણાય છે. મને જમીન હડપ કરવાનો એક કાગળ તો બતાવો, રાજકારણ તો શું, ઝારખંડ છોડી દઈશ. તે પહેલા ચંપઈએ કહ્યું હતુ કે અમારી બહુમતીની સરકારને પાડવાના પ્રયાસ કરવામાં આવ્યા. ફ્લોર ટેસ્ટ પહેલા ઝારખંડ મુક્તિ મોરચા (JMM)એ 47 ધારાસભ્યોના સમર્થનનો દાવો કર્યો હતો.. આ દરમિયાન, હેમંત સોરેનની અરજી અંગે ઝારખંડ હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. 9 ફેબ્રુઆરીએ ED તરફથી હાઈકોર્ટમાં જવાબ આપવામાં આવશે. આગામી સુનાવણી 12મી ફેબ્રુઆરીએ થશે. હેમંત સોરેન વતી ધરપકડ અને રિમાન્ડને પડકારતી અરજી હાઇકોર્ટમાં કરવામાં આવી છે.

adv

Related News

post
post
post
post
post
post
post