• Home
  • News
  • દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો:સુરત શહેરમાં ભરબપોરે વરસાદ વરસ્યો, માવઠું વરસતાં ઠંડક પ્રસરી
post

વાતાવરણના પલટાએ લોકો અને ખેડૂતોની ચિંતા વધારી

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-18 18:55:54

સુરત: દક્ષિણ ગુજરાત સહિત સુરત શહેરના વાતાવરણમાં આજે ફરી એક વખત પલટો જોવા મળ્યો છે. શહેરમાં ઉનાળાનો આકરો તાપ પડી રહ્યો છે. તેની વચ્ચે શહેરમાં વાદળછાયા વાતાવરણ સર્જાયા બાદ અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. શહેરમાં ભર બપોરે 12 વાગ્યા બાદ શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદી છાટા પડ્યા હતો ક્યાંક વરસાદી ઝાપટું પડ્યું હતું. અચાનક કમોસમી વરસાદ પડતા શહેરમાં બેવડી ઋતુનો અનુભવ થયો હતો.

ભર ઉનાળે અચાનક વાતાવરણમાં પલટો
સુરત શહેરમાં હાલમાં ભર ઉનાળો ચાલી રહ્યો છે. શહેરમાં કાળઝાળ ગરમી પડી રહી છે. તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા ભર ઉનાળે માવઠાની આગાહી કરવામાં આવી હતી. હવામાન વિભાગની આગાહી મુજબ આજે સુરત શહેરના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. ભર પહોરે બપોરે 12 વાગ્યા બાદ શહેરના કેટલાક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ સર્જાયું હતું અને ત્યારબાદ કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડ્યા હતા.તો કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા હતા.

શહેરના જુદા જુદા વિસ્તારોમાં વરસાદ
સુરત શહેરમાં આજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. સુરત શહેરના ઉધના, લીંબાયત, વરાછા, ગોડાદરા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. ભારે ગરમી અને ઉકળાત વચ્ચે વરસાદ પડતા શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં બેવડી ઋતુનો અનુભવ શહેરી જનોએ કર્યો હતો.

વાતાવરણના પલટાએ લોકો અને ખેડૂતોની ચિંતા વધારી
હાલમાં ભર ઉનાળો ચાલી રહ્યો છે અને શહેરમાં ગરમીનો અહેસાસ શહેરીજનો કરી રહ્યા છે ત્યારે આજે થોડીકવાર માટે પડેલા કમોસમી વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. હવામાન વિભાગની આગાહી મુજબ વાતાવરણમાં સવારથી તડકા છાયાનો પરિવર્તન જોવા મળ્યું હતું. અનેક વિસ્તારોમાં વાદળ છાયા વાતાવરણ સાથે વરસાદી માહોલ જોવા મળ્યો હતો કેટલાક વિસ્તારોમાં આકરો તાપ જોવા મળ્યો હતો. શહેરમાં ઉનાળામાં આ પ્રકારના વાતાવરણથી શહેરીજનો પણ આશ્ચર્યમાં મુકાયા હતા અને ચિંતામાં મુકાયા છે. એક જ શહેરમાં શેરી જેનોએ ભર ઉનાળે બેવડી ઋતુનો અનુભવ કર્યો હતો. આ પ્રકારના વાતાવરણથી સુરત જિલ્લાના ખેડૂતો ફરી એક વખત ચિંતામાં મુકાયા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post