• Home
  • News
  • ફેરફાર:1 ઓગસ્ટથી ATMમાંથી પૈસા ઉપાડવા પર ચાર્જ ચૂકવવો પડશે, આવતા મહિનાથી આ 5 ફેરફાર થશે
post

બેંક હોલિડેના દિવસે પણ સેલરી અને પેન્શન મળશે

Written By newsonline | Ahmedabad | Published: 2021-07-31 14:00:20

1 ઓગસ્ટથી સમગ્ર દેશમાં ઘણા ફેરફાર થવા જઈ રહ્યા છે. એની સીધી અસર તમારા ખિસ્સા અને જીવન પર પડશે. તેથી જરૂરી છે કે આ ફેરફારની જાણકારી પહેલેથી તમને હોય. 1 ઓગસ્ટથી બેંકમાંથી ટ્રાન્ઝેક્શન રવિવારે અને રજાના દિવસે પણ થઈ શકશે. એ સિવાય હવે ATMમાંથી પૈસા ઉપાડવા માટે તમારે વધારે ચાર્જ ચૂકવવો પડશે. અમે તમને એવા 5 ફેરફાર વિશે જણાવી રહ્યા છીએ, જેની સીધી અસર તમારા પર પડશે.

બેંક હોલિડેના દિવસે પણ સેલરી અને પેન્શન મળશે
બેંકમાંથી ટ્રાન્ઝેક્શન રવિવાર અને રજાના દિવસે પણ કરી શકાશે. RBIએ નેશનલ ઓટોમેટેડ ક્લિયરિંગ હાઉસ (NACH)સિસ્ટમને સાતેય દિવસ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે, એટલે કે હવે તમારે તમારી સેલરી અથવા પેન્શન માટે શનિવાર અને રવિવાર એટલે કે વીકેન્ડ પસાર થાય એની રાહત નહીં જોવી પડે.

એ સિવાય રજાના દિવસે પણ તમારા અકાઉન્ટમાંથી હપતો કટ થઈ જશે, એટલે કે 1 ઓગસ્ટથી સેલરી, પેન્શન અને EMI પેમેન્ટ જેવા જરૂરી ટ્રાન્ઝેક્શન માટે હવે વર્કિંગ ડેની રાહ નહીં જોવી પડે.

ICICI બેંકના ગ્રાહકોને વધારે ચાર્જ આપવો પડશે
ICICI
બેંક પૈસા ઉપાડવા, જમા કરાવવા અને ચેકબુક ચાર્જ સહિત ઘણા નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. તમે બેંકની બ્રાંચમાં ચેકથી માત્ર 4 વખત જ રોકડ લેવડદેવડ કરી શકશો, એટલે કે આટલી વખત પૈસા જમા કરાવવા અને પૈસા ઉપાડવાનું ફ્રી રહેશે. ત્યાર બાદ જમા કરાવવા અને ઉપાડવા પર દર વખતે 150 રૂપિયા ચાર્જ આપવો પડશે.

ATM દ્વારા તમે 6 મેટ્રો શહેરમાં મહિનામાં 3 વખત લેવડદેવડ કરી શકો છો. એ સિવાય બીજાં શહેરોમાં આ સંખ્યા 5 વખત ફ્રી છે. ત્યાર બાદ તમારે ચાર્જ આપવો પડશે. ચાર્જ તરીકે તમારે મેટ્રો શહેરમાં 20 રૂપિયા અને બીજાં શહેરોમાં 8.50 રૂપિયા દર ટ્રાન્ઝેક્શન પર આપવા પડશે.

ATMમાંથી પૈસા ઉપાડવાનું મોંઘું થશે
1
ઓગસ્ટથી ATMની ઈન્ટરચેન્જ ફી 15 રૂપિયાથી વધીને 17 રૂપિયા કરી દેવામાં આવી છે, જ્યારે નોન-ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેક્શન પર પણ ફી 5 રૂપિયાથી વધારીને 6 રૂપિયા કરી દેવામાં આવી છે. બેંક ગ્રાહકોની સુવિધા માટે દરેક જગ્યાએ ATM લગાવે છે. બીજા બેંકોના ગ્રાહકો પણ આ મશીનમાંથી પૈસા ઉપાડવા અથવા ટ્રાન્સફર કરે છે. દરેક બેંક નિઃશુલ્ક ટ્રાન્ઝેક્શનની મર્યાદા નક્કી કરે છે. એનાથી વધારે લેવડદેવડ કરવા પર ગ્રાહકો પાસેથી ફી લેવામાં આવે છે. તેને ઈન્ટરચેન્જ ફી કહેવામાં આવે છે.

IPPBની ડોર સ્ટેપ બેંકિંગ માટે ચાર્જ આપવો પડશે
ઈન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક (IPPB)ની ડોર સ્ટેપ બેંકિંગ સુવિધા માટે ચાર્જ આપવો પડશે. IPPBના અનુસાર, હવે દર વખતે ડોર સ્ટેપ બેંકિંગ સુવિધા માટે 20 રૂપિયા પ્લસ GST ચૂકવવો પડશે. અત્યારસુધી આ સેવા ફ્રી હતી. અત્યારસુધી ડોર સ્ટેપ બેંકિંગ માટે કોઈ ચાર્જ લેવામાં નહોતો આવતો.

એ સિવાય કોઈ ગ્રાહકને પૈસા ટ્રાન્સફર કરવા અને મોબાઈલ પેમેન્ટ વગેરે માટે પણ IPPB 20 રૂપિયા પ્લસ GST આપવો પડશે. IPPBના ખાતા અથવા કોઈ અન્ય બેંકના ગ્રાહકોના ખાતામાં મની ટ્રાન્સફર માટે આ ચાર્જ આપવો પડશે.

LPG સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર થઈ શકે છે
દર મહિનાની પહેલી તારીખે કેન્દ્ર સરકાર LPG સિલિન્ડરની કિંમતની જાહેરાત કરે છે. ગયા મહિને સરકારે 14.2 કિલોના વજનવાળા ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં 25.50 રૂપિયાનો વધારો કર્યો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post