• Home
  • News
  • બોલિવિયામાં બાળકો પાસે મોબાઇલ કે ઇન્ટરનેટ નહીં, અભ્યાસથી વંચિત રહેતા હોવાથી શિક્ષકે બે પૈડાં પર સ્કૂલ તેમના ઘરે પહોંચાડી
post

દક્ષિણ અમેરિકી દેશના ઘણાં કસ્બામાં લૉકડાઉનમાં નેગ્રેટે સાઇકલ લઇને ભણાવવા જાય છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-22 10:22:17

એક્વિલ: બોલિવિયાના વન વિસ્તાર અને ઉબડ-ખાબડ રસ્તા પર આજકાલ એક શખસ સાઇકલ પર વ્હાઇટ બોર્ડ લટકાવીને કસ્બાઓમાં ફરતી નજરે પડે છે. તે વિલ્ફ્રેડો નેગ્રેટે છે, જેઓ અંતરિયાળ કસ્બામાં બાળકોને ભણાવવા કેટલાય કિ.મી. દૂર જાય છે. ક્યાંક સાઇકલ ન ચાલી શકે તો ચાલતાં જ જવું પડે છે. 

દક્ષિણ અમેરિકી દેશ બોલિવિયામાં પણ કોરોનાના કારણે માર્ચથી સ્કૂલો બંધ છે. સંકટ જલદી ખતમ ન થતું જણાતાં સરકારે બાળકોને ઓનલાઇન ભણાવવાનું સૂચન કર્યું. સ્કૂલોએ તેની શરૂઆત પણ કરી પણ નેગ્રેટેના ક્લાસમાં જ 19માંથી 13 બાળકો પાસે મોબાઇલ અને ઇન્ટરનેટની વ્યવસ્થા ન હોવાથી તેઓ અભ્યાસથી વંચિત રહેતા હતા.

નેગ્રેટેને આ અંગે જાણ થતાં તેઓ તેમની સાઇકલ સાથે એક ટ્રોલી જોડીને તેમાં વ્હાઇટ બોર્ડ ફિટ કરાવી બાળકોને ભણાવવા નીકળી પડ્યા. તેમણે અન્ય સ્કૂલોના બાળકોને પણ અભ્યાસમાં મદદ કરી. જોકે, આ કામ માટે તેમને વધુ મહેનતાણું નથી મળી રહ્યું પણ તેમનું કહેવું છે કે બાળકો ભણી શકે છે એટલું જ તેમના માટે પૂરતું છે. બાળકો મોબાઇલની વ્યવસ્થા કરી લે તો પણ એક્વિલ તથા નજીકનાં કસ્બામાં બેન્ડવિડ્થ એટલી ઓછી છે કે તેઓ હોમવર્ક પણ ડાઉનલોડ નથી કરી શકતા. તેથી તેમણે બે પૈડાં દ્વારા સ્કૂલ તેમના સુધી પહોંચાડી દીધી. 

બાકીના સમયમાં નેગ્રેટે ઘરે પણ ભણાવે છે, જ્યાં આસપાસના બાળકો મોટી સંખ્યામાં આવે છે. ક્લાસમાં ભણતા એક વિદ્યાર્થીની માતા ઓવલ્ડિના પોર્ફિડિઓ જણાવે છે કે અમને બાળકોના અભ્યાસની બહુ ચિંતા હતી પણ નેગ્રેટેએ અમારી ચિંતા દૂર કરી દીધી. ઓવલ્ડિના તેના બન્ને બાળકોને રોજ કેટલાય કિ.મી. દૂરથી ભણાવવા લાવે છે.

સ્વચ્છતા, ઇમ્યુનિટીનું પણ શિક્ષણ
નેગ્રેટે ભણાવતી વખતે એક ટેબલ પણ રાખે છે, જેના પર સેનિટાઇઝર અને ડિસઇન્ફેક્ટન્ટ મૂકેલા હોય છે. ક્લાસ શરૂ થાય તે પહેલાં બાળકોએ તેનો ઉપયોગ કરવો જરૂરી છે. ક્લાસ પૂરો થયા બાદ નેગ્રેટે ઇમ્યુનિટી વધારતી ખાણી-પીણીની ચીજો વિશે પણ જણાવે છે. તે માટે તેમણે ખાસ ચાર્ટ પણ બનાવ્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post