• Home
  • News
  • અરુણાચલ પ્રદેશમાં ચીની સેનાની હરકત:ચીની આર્મીએ અરુણાચલ બોર્ડરથી 5 છોકરાઓનું અપહરણ કર્યું, રાજ્યના કોંગ્રેસ ધારાસભ્યનો દાવો
post

અરુણાચલ પ્રદેશમાં કોંગ્રેસ નિનોન્ગ એરિંગના જણાવ્યા પ્રમાણે દરેક છોકરા સુબાનસિરીમાં રહેતા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-05 16:57:50

અરુણાચલ પ્રદેશના કોંગ્રેસ ધારાસભ્ય નિનોન્ગ એરિંગે ચીન પર ગંભીર આરોપ લગાવ્યો છે. એરિંગે શનિવારે કહ્યું કે, ચીની સૈનિકોએ નાછો કસ્બામાં રહેતા પાંચ છોકરાઓનું અપહરણ કર્યું છે. આ વિસ્તાર રાજ્યના સુબાનસિરી વિસ્તારમાં આવે છે. આ ઘટના તે સમયે થઈ જ્યારે રક્ષામંત્રી રાજનાથ સિંહ રશિયા અને ચીનના રક્ષામંત્રીઓ સાથે મુલાકાત કરી રહ્યા હતા. પીપુલ્સ લિબરેશન આર્મીની આ હરકતના કારણે ખોટો મેસેજ ફેલાશે.

એરિંગે ટ્વિટ સાથે ફેસબુકનો પણ સ્ક્રીનશોર્ટ શેર કર્યો છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, ચીનની પીપુલ્સ લિબરેશન આર્મીના સૈનિકોએ કયા ભારતીયોનું અપહરણ કર્યું છે. જોકે એરિંગે એવું નથી જણાવ્યું કે, એ લોકોને ક્યારે કિડનેપ કરવામાં આવ્યા છે. એરિંગે કહ્યું કે, ચીનની આ હરકત પર તેમને જડબાતોડ જવાબ આપવો જોઈએ.

તાગિન સમુદાયના છે છોકરાઓ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર અપહરણ કરાયેલા પાંચેય છોકરા તાગિન સમુદાયના છે. ચીની સૈનિકો તેમને નાછો વિસ્તારના જંગલમાંથી લઈ ગયા. આ વિસ્તાર સુબાનસિરી જિલ્લામાં આવે છે. આ ઘટનાની જાણકારી એક સગા દ્વારા સામે આવી હતી. ત્યાર બાદ કોંગ્રેસના ધારાસભ્યએ ટ્વિટ કર્યું હતું. અપહરણ કરવામાં આવેલ પાંચેય છોકરાઓનું નામ ટોક સિંગકામ, પ્રસાત રિંગલિંગ, દોન્ગતું ઈબિયા, તાનુ બેકર અને નાગરૂ દિરી છે. આ લોકોની સાથે ગામના અન્ય બે લોકો પણ હતા, પણ તેઓ ભાગવામાં સફળ થય હતા.

હેરાન કરનારી વાત એ છે કે સમુદાય અથવા ગામના લોકોએ ભારતીય સૈનિકોને આ ઘટના વિશે માહિતી આપી ન હતી. કેટલાક લોકોએ શનિવારે જણાવ્યું કે તેઓ ભારતીય સેનાને આ ઘટના બાબતની જાણ કરવા જઈ રહ્યા છે. ગામમાં ભયનો માહોલ છે.

માર્ચમાં પણ છોકરાનું અપહરણ કરવાનો આરોપ લાગ્યો હતો.

આ વર્ષે માર્ચમાં ચીન પર આ જ વિસ્તારના 21 વર્ષીય છોકરાનું અપહરણ કરવાના આરોપ લાગ્યો હતો. આ ગામ મૈકમોહન લાઈનની નજીક છે. કોંગ્રેસના ધારાસભ્ય એરિંગે શનિવારે આ જ વિસ્તારના પાંચ છોકરાઓનું અપહરણ કરવાનો આરોપ ચીન પર લગાવ્યો હતો.

છોકરાઓનું અપહરણ કરવાની વાત એવા સમયે સામે આવી છે જ્યારે લદ્દાખથી લઈને અરુણાચલ પ્રદેશ સુધી ચીન સેનાની તૈનાતી વધારી રહ્યું છે. પેગોન્ગ સો ઝીલ પર કબ્જો મેળવવાના પ્રયાસને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો હતો. તેના દક્ષિણ ભાગમાં આવેલી પહાડીઓ પર હવે ભારતીય સેનાના જવાનો તૈનાત છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post