• Home
  • News
  • ચીને ભારતના FDIના નવા નિયમોની ટીકા કરી કહ્યું કે આ ઉદારીકરણની વિરુદ્ધનું પગલું છે
post

ચીનના દિલ્હી દૂતાવાસના પ્રવક્તા ઝી રોન્ગે ટ્વીટ કરી ભારતની નીતિનો વિરોધ કર્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-21 08:47:41

નવી દિલ્હી: મંદીનો લાભ ઉઠાવી ચીન દ્વારા ભારતીય કંપનીઓમાં થઇ રહેલા રોકાણને અટકાવવા માટે ભારત સરકારે થોડા દિવસો પહેલા તેની સીધા વિદેશી રોકાણ (FDI)ની પોલિસીમાં તાત્કાલિક અસરથી ફેરફાર કર્યા હતા. આ વાત ચીનને પસંદ આવી નથી અને તેણે ભારતના આ પગલાને ઉદારીકરણની વિરુદ્ધનું પગલું ગણાવ્યું છે. એક નિવેદનમાં ચીનના દિલ્હી દૂતાવાસના પ્રવક્તા ઝી રોન્ગે કહ્યું હતું કે, અમને આશા છે કે ભારત આ ભેદભાવપૂર્ણ નીતિમાં પરિવર્તન લાવશે અને જુદા જુદા દેશોના રોકાણોને સમાન ગણાશે. તેમણે કહ્યું કે ભારત વતી પ્રતિબંધ WTOનાં નિયમોની વિરુદ્ધ છે અને G20ની સંધીની પણ વિરુદ્ધ છે. 

ચીનને આશા છે કે ભારત આ ભેદભાવપૂર્ણ નીતિ બદલાશે 
ઝી રોન્ગે સોમવારે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, ચીની રોકાણ ભારતના ઔદ્યોગિક વિકાસ અને રોજગાર વધારવાના પ્રયાસોને સમર્થન આપે છે. કોરોના વાયરસ સામેની ભારતની લડતમાં અમારી કંપનીઓએ સક્રિયપણે મદદ કરી છે. અમને આશા છે કે ભારત આ ભેદભાવપૂર્ણ નીતિ બદલાશે અને મુક્ત, ન્યાયી અને નિષ્પક્ષ વ્યવસાયિક વાતાવરણ માટે માર્ગ મોકળો કરશે.

ચીનનું વધતું રોકાણ અટકાવવા ભારતે પોલિસી બદલી
નવી નીતિ અનુસાર, ભારતની સરહદ સાથે જોડાયેલા કોઈ પણ દેશ અથવા આવા દેશનો નાગરિક ભારત કે ભારતીય કંપનીઓમાં રોકાણ કરવા માંગે છે તો તે ફક્ત સરકારી રૂટ હેઠળ જ રોકાણ કરી શકાશે. અગાઉ આવી શરતો માત્ર પાકિસ્તાન અને બાંગ્લાદેશ પૂરતી માર્યાદિત હતી. ભારત સહીત ઘણા દેશોના ધ્યાનમાં આવ્યું હતું કે ચીન કોરોના વાઇરસના કારણે આવેલી મંદીનો લાભ લઇ અલગ અલગ દેશોની કંપનીઓમાં નબળી પડેલી કંપનીઓને ખરીદી રહી છે અથવા તો તેમના શેર્સ નીચા ભાવે ખરીદે છે.

ચીન પાછલાં બારણેથી ભારતમાં મોટા પ્રમાણમાં રોકાણ કરી રહ્યું હતું
જાણકારોના મતે કોવિડ-19ના ફેલાવા દરમિયાન ઉભી થયેલી નાણાકીય કટોકટી બાદ ચીને વિશ્વભરમાં નબળી પડેલી અનેક કંપનીઓને ટેકઓવર કરી છે અને આ વાતથી ઘણા દેશો ચિંતિત છે. ભારતમાં પણ ચીનનો પગપેસારો વધી રહ્યો છે તે જોતા સાવધાની રૂપે ભારત સરકારે વિધેશી રોકાણના નિયમોને કડક બનાવ્યા છે. હાઉસિંગ ફાયનાન્સ ક્ષેત્રે દેશની અગ્રણી ધિરાણકર્તા કંપની HDFC લિમિટેડના ચીનની સેન્ટ્રલ બેન્ક  પીપલ્સ બેન્ક ઓફ ચાઈનાએ 1.75 કરોડ શેર્સની ખરીદી કરી છે. આ સાથે જ HDFCમાં પીપલ્સ બેન્કની હિસ્સેદારી વધીને 1%ની ઉપર થઇ છે.

અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાએ પણ નિયંત્રણ મુક્યા છે
કોરોના બાદ ચીનના વધી રહેલા રોકાણને નિયંત્રણમાં રાખવા માટે અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોએ થોડા સમય પહેલા જ ચીન દ્વારા કરવામાં આવતા રોકાણ પાર વિવિધ પ્રકારે નિયંત્રણો લાગુ કર્યા છે. આમાં હવે ભારત પણ જોડાયું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post