• Home
  • News
  • 'ચીને ભારતની 4064 વર્ગ કિલોમીટર જમીન પર કર્યો કબજો', ભાજપના દિગ્ગજ નેતાનો આરોપ
post

પૂર્વ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ચીન મુદ્દે મોદી સરકાર પર પ્રહારો કર્યા!

Written By newsonline | Ahmedabad | Published: 2024-01-08 18:33:52

પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ભારત અને ચીન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે, જેને લઈને વિરોધ પક્ષ ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર પર નિશાન સાધી રહ્યા છે. આ દરમિયાન પૂર્વ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ પણ મોદી સરકાર પર આકારા પ્રહારો કર્યા છે.

'ચીને ભારતીય વિસ્તાર પર કબજો જમાવ્યો હોવાનો ખુલાસો...': સુબ્રમણ્યમ સ્વામી

રાજ્યસભાના ભૂતપૂર્વ સાંસદ સુબ્રમણ્યમ સ્વામી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં લખ્યું કહ્યું,'મારી રિટ અરજીની સુનાવણી આ વર્ષે એપ્રિલના પ્રથમ અઠવાડિયામાં દિલ્હી હાઈકોર્ટમાં કરવામાં આવશે. આ અરજીમાં સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશનને ચીન દ્વારા ભારતીય વિસ્તારને કબજે કરવા અંગેની સત્યતા જાહેર કરવા દબાણ કરવાની માગ કરવામાં આવી છે.'


સુબ્રમણ્યમ સ્વામી 'X'પર બીજી પોસ્ટમાં લખ્યું કે, ચીને લદ્દાખમાં 4064 વર્ગ કિલોમીટર જમીન કબ્જે કરી લીધી છે, મોદી સરકાર આ હકીકતથી કેમ ડરી રહી છે? આજે પણ હું જ્યારે પણ તેના વિશે માહિતી માંગું છું ત્યારે ભારત સરકાર તેના પર પડદો મૂકી રહી છે.

ઉલ્લેખનીય છે  કે 15 જૂન 2020ના રોજ પૂર્વી લદ્દાખની ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ અથડામણમાં 20 ભારતીય જવાનો શહીદ થયા હતા. ચીને તેના સૈનિકોના મૃત્યુ પર મૌન જાળવી રાખ્યું હતું.

adv

Related News

post
post
post
post
post
post
post