• Home
  • News
  • ચીને અમેરિકાને કડક સંદેશ આપવાના ઈરાદાથી સાઉથ ચાઈનાની સીમામાં મધ્યમ રેન્જની મિસાઈલ છોડી
post

સાઉથ ચાઈના સીનો વિસ્તાર ઈન્ડોનેશિયા અને વિયતનામ વચ્ચે છે, જે લગભગ 35 લાખ વર્ગ કિલોમીટરમાં ફેલાયેલ છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-28 11:10:06

ચીને સાઉથ ચાઈના સીમાં મધ્યમ રેન્જની મિસાઈલનું છોડી છે. વિવાદાસ્પદ જળ સીમામાં બેઇજિંગના આ પગલાને વ્યૂહાત્મક પ્રભૂત્વ તથા સાર્વભૌમને દર્શાવવાનું કૃત્ય હોવાનું અમેરિકાએ પોતાના તરફથી આપવામાં આવેલી પ્રતિક્રિયામાં જણાવ્યું હતું.

સાઉથ ચાઈના સીમાં પોતાની જળ સીમા અંગે અમેરિકા સાથે તણાવભરી સ્થિતિ વધી છે ત્યારે ચીને સંખ્યાબંધ લશ્કરી યુદ્ધાભ્યાસના ભાગરૂપે આ મિસાઈલ છોડી હોવાનું માનવામાં આવે છે. આ સાથે ચીન કેટલાક ટાપુ પ્રદેશો પર પોતાનું આધિપત્ય હોવાના દાવાને મજબૂત કરવા સાથે તાઈવાન પર પણ દબાણ વધારવા માટે મધ્યમ રેન્જની આ મિસાઈલ છોડી છે.

અમેરિકાના રક્ષા મંત્રી માર્ક એસ્પરે ચીનને લઈને અગાઉ નિવેદન આપી ચૂક્યા છે કે મહામારી વચ્ચે ચીનને વધારે ચરબી ચડી ગઈ છે. ચીન સાઉથ ચાઈના સીના લગભગ સમગ્ર વિસ્તારને પોતાનો ગણાવી રહ્યું છે. તેણે 10.3 લાખ સ્વેર મીલના વિસ્તારમાં દાવેદારી કરી છે. અહીં બ્રુનેઈ, મલેશિયા, ફિલિપાઈન્સ, તાઈવાન અને વિયતનામ જેવા દેશોના આઈસલેન્ડ પર ચીન મિલિટ્રી બેઝ બનાવી રહ્યું છે. તેનો દાવો છે કે આ સમુદ્રી વિસ્તાર વર્ષોથી ચીનનો હિસ્સો છે. તેણે વિયતનામ અને ફિલિપાઈન્સ જેવા જેનોના ખનિજ શોધવાના કામમાં પણ અડચણો ઊભી કરી હતી. ગત મહિને વિયતનામની એક ફિશિંગ બોટને ડૂબાડી દીધી હતી.

તેણે પણ 1થી 5 જુલાઈ સુધી આ વિસ્તારમાં મિલિટ્રી એક્સરસાઈઝ કરી હતી. બીજી તરફ અમેરિકાએ સાઉથ ચાઈના સી ઉપરના ચીનના દાવાને ફગાવી દીધો છે. અમેરિકાએ કહ્યું હતું કે 21મી સદીમાં ચીનની દાદાગીરી નહીં ચાલે. આ દાવાને કાયદાકીય આધાર નથી.

સાઉથ ચાઈના સી વિવાદ શું છે
સાઉથ ચાઈના સીનો વિસ્તાર ઈન્ડોનેશિયા અને વિયતનામ વચ્ચે છે, જે લગભગ 35 લાખ વર્ગ કિલોમીટરમાં ફેલાયેલ છે. હાલના કેટલાક વર્ષોમાં ચીન આ વિસ્તારમાં પોતાનો દબદબો બનાવવા માટે પોતાના જહાજોનો અડ્ડો બનાવ્યો છે. સાથે એક આર્ટિફિશિયલ ટાપુ બનાવીને સૈન્ય અડ્ડાનું નિર્માણ કર્યું છે. ચીન આ વિસ્તારને પોતાનો ગણાવે છે અને આંતરરાષ્ટ્રીય કાયદાને માનવાનો ઈનકાર કરે છે. સાથે આ વિસ્તારમાં ચીન ઉપરાંત ફિલિપાઈન્સ, તાઈવાન, મલેશિયા, વિયતનામ અને બ્રુનેઈ પોતાનો દાવો કરે છે.

સાઉથ ચાઈના સી આટલું જરૂરી કેમ?
ઘણા દેશો જોડાયેલા હોવાના કારણે આ વિસ્તારમાં જહાજોની અવરજવર વધારે હોય છે. તે વિશ્વના સૌથી વધારે વ્યસ્ત જળમાર્ગ છે. માહિતી મુજબ દર વર્ષે આ માર્ગે પાંચ ટ્રિલિયન ડોલરથી વધારેનો બિઝનેસ થાય છે. જે કુલ સમુદ્ર દ્વારા થતા વેપારનો 20% હિસ્સો છે. અહીં ક્રુડ ઓઈલ અને કુદરતી ગેસનો ભંડાર છે. સાથે અહીં ઘણી જાતની માછલીઓ છે. વર્લ્ડ ટ્રેડ મુજબ આ વિસ્તાર ખુબ મહત્વનો છે.