• Home
  • News
  • અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી બની રસપ્રદ, 50 લાખ હિંદુ મતદારોને આકર્ષિત કરવા માટે ગડમથલ
post

નવેમ્બરમાં યોજનારી ચૂંટણી માટે ડેમોક્રેટ અને રિપબ્લિકન પાર્ટી વચ્ચે કાંટેકી ટક્કર થશે તે નક્કી છે

Written By newsonline | Ahmedabad | Published: 2024-04-16 10:46:13

વોશિંગ્ટન: પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણીના અભિયાનમાં ભારતીયો તેમાં ખાસ કરીને હિન્દુ અમેરિકનો પર વધુ ફોકસ કરી રહ્યા છે. જેનાથી મતદાતાઓના એક મોટા વર્ગનું તેમને સમર્થન મળી શકે. ભારતીય અમેરિકનોને લઈને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મોટું રણનીતિક પરિવર્તન જોવા મળી શકે છે. ત્યારે, અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન પણ તેમના વિઝન ડોક્યુમેન્ટમાં હિન્દુ પેજને સામેલ કરી રહ્યા છે. ટ્રમ્પના હિન્દુ અને ભારતીય-અમેરિકી અભિયાનના અધ્યક્ષ અને શિકાગોના વ્યવસાયી શલભકુમારે કહ્યું કે અમે હિન્દુ અમેરિકનોના મોટા સમાજ માટે અમારી અપીલને વ્યાપક બનાવી રહ્યા છીએ. શલભનું કહેવું છે કે અમેરિકામાં 50 લાખથી વધુ હિન્દુ છે, જે ભારત ઉપરાંત કેરેબિયન દેશો, દક્ષિણ આફ્રિકા, નેપાળ અને બાંગ્લાદેશમાંથી અમેરિકા પહોંચ્યા છે. તેમાંથી 33 લાખ રજિસ્ટર્ડ વોટર્સ છે. તેમાંથી 60% વોટ કરનારા છે.

બાઇડેનના વિઝન ડોક્યુમેન્ટમાં હિન્દુ પેજ સામેલ
રાષ્ટ્રપતિ જો બાઇડેનના સમર્થકોનું દબાણ છે કે તેમનું ચૂંટણી અભિયાન હિન્દુ અમેરિકનોને લલચાવવામાં વ્યસ્ત છે. તેનું જ પરિણામ છે કે બાઇડેને આ વખતે તેમના વિઝન ડોક્યુમેન્ટ (જો વિઝન)માં મુસ્લિમો અને યહૂદીઓની જેમ હિન્દુ પેજ સામેલ કર્યું છે. ડેમોક્રેટિક રણનીતિકાર અને ફંડ એકત્રિત કરનાર રમેશ કપૂરનું કહેવું છે કે આ વખતે અભિયાનમાં એક હિન્દુ પેજની જાહેરાત કરાઈ છે. સાથે જ, ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને હિન્દુઓ વચ્ચે પ્રમુખતાથી ઊભા રાખવાના અભિયાનની પણ સલાહ અપાઈ છે. તેમણે એ પણ સલાહ આપી છે કે તેને સખત હરીફાઈવાળાં રાજ્યોના હિન્દુ મંદિરોમાં તૈનાત કરવા જોઈએ.