• Home
  • News
  • અમેરિકી સરકારના રિપોર્ટ અંગે ચીને જવાબ આપ્યો, ચીની સૈન્યએ કહ્યું- અમે નહીં, અમેરિકા સૌથી મોટું જોખમ
post

ચીને કહ્યું- ઇરાક, સીરિયા, લિબિયામાં અમેરિકી હુમલામાં લાખો મોત થયાં

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-15 11:35:01

ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ કહ્યું છે કે વિશ્વશાંતિ માટે ચીન નહીં પણ અમેરિકા સૌથી મોટું જોખમ છે. ચીની સૈન્યએ અમેરિકી સંરક્ષણ મંત્રાલયના આ મહિનાની શરૂઆતમાં આવેલા રિપોર્ટના જવાબમાં આ વાત કહી છે. ચીની સૈન્ય ઘટનાક્રમ તથા લક્ષ્યો અંગે અમેરિકી સંરક્ષણ મંત્રાલયે સંસદને રિપોર્ટ સોંપ્યો હતો. તેમાં જણાવાયું છે કે ચીની સૈન્યનાં લક્ષ્યોથી અમેરિકાનાં રાષ્ટ્રીય હિતો તથા આંતર રાષ્ટ્રીય નિયમો પર આધારિત વ્યવસ્થાને જોખમ છે.

તેના જવાબમાં ચીની સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા કર્નલ વૂ ક્યાને કહ્યું કે અમેરિકી રિપોર્ટ ચીનનાં લક્ષ્યો, તેના 140 કરોડ લોકો તથા પીપલ્સ લિબરેશન આર્મી વચ્ચેના પરસ્પરના સંબંધોને તોડે-મરોડે છે. વીતેલાં ઘણાં વર્ષોમાં એવા પુરાવા આવ્યા છે જે દર્શાવે છે કે પ્રાદેશિક અશાંતિ ભડકાવનાર, આંતર રાષ્ટ્રીય વ્યવસ્થાને તોડનાર અને વિશ્વશાંતિને બરબાદ કરનાર અમેરિકા છે. છેલ્લા 2 દાયકામાં ઇરાક, સીરિયા, લિબિયા તથા અન્ય દેશોમાં અમેરિકાની કાર્યવાહીના કારણે 8 લાખથી વધુ મોત થયાં છે. લાખો લોકો વિસ્થાપિત થયા છે. પોતાનું જોવાને બદલે અમેરિકાએ એક રિપોર્ટ જારી કર્યો, જે ચીનના સામાન્ય સંરક્ષણ અને સૈન્ય માળખા અંગે ખોટી ટિપ્પણી કરે છે. અમે અમેરિકાને આગ્રહ કરીએ છીએ કે તે ચીનના સંરક્ષણ અને સૈન્ય માળખાને નિષ્પક્ષ અને તર્કસંગત રીતે જુએ, ખોટા રિપોર્ટ જારી કરવાનું ટાળે.

લેખ અંગે વિવાદ: ચીનથી અમેરિકી રાજદૂત હટશે
ચીનમાં લેખ અંગે વિવાદ થયા બાદ અમેરિકી રાજદૂત ટેરી બ્રાન્સ્ટેડ પદ પરથી હટશે. અમેરિકી વિદેશમંત્રી માઇક પોમ્પિઓએ સોશિયલ મીડિયા પર કહ્યું કે ટેરી પદ છોડવા જઇ રહ્યા છે. ચીન સાથે સંબંધો સુધારવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. મૂળે ચીનના પીપલ્સ ડેઇલીએ તેમનો એક લેખ ફગાવી દીધો હતો. બીજી તરફ ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયને કહ્યું કે ટેરીના લેખમાં તથ્યોની ગરબડ હતી. તે ચીન પર હુમલો કરતો હોવાનું જણાતું હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post