• Home
  • News
  • ચીને કહ્યું- અમેરિકા UNને બાકીના 151 અબજ રૂપિયા ચૂકવે, અમેરિકાએ કહ્યું- આ મહામારીથી ધ્યાન હટાવવાની કોશિશ
post

યુએનના પીસકીપિંગ અને રેગ્યુલર બજેટમાં સૌથી વધારે ભાગીદારી અમેરિકાની

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-18 09:27:33

યુનાઇટેડ નેશન્સ: ચીને શુક્રવારે યુનાઇટેડ નેશન્સના સભ્ય દેશોને બાકીના(આઉટસ્ટેન્ડીંગ) રૂપિયાની ચૂકવણી કરવા માટે કહ્યું હતું. ચીને ખાસ કરીને અમેરિકાનું નામ લીધું. કહ્યું- અમેરિકા પર 2 અબજ ડોલર (151 અબજ 75 કરોડ રૂપિયા) થી વધુનું આઉટસ્ટેન્ડીંગ બાકી છે. ચીને UNના સેક્રેટરી જનરલ ઓફિસના એક રિપોર્ટનો હવાલો આપતા કહ્યું- 14 મે સુધી UNના રેગ્યુલર બજેટના 1.63 અબજ ડોલર અને પીસકીપિંગ બજેટના 2.14 અબજ ડોલરનું આઉટસ્ટેન્ડીંગ છે. અમુક દેશોએ કેટલાય વર્ષોથી ચૂકવણી કરી નથી. તેમાં અમેરિકા સૌથી ઉપર છે. અમેરિકાને રેગ્યુલર અને પીસકીપિંગ બજેટમાં 1.332 અરબ ડોલરની ચૂકવણી કરવાની બાકી છે. ચીનના આ નિવેદન પર અમેરિકાએ જવાબ આપતા કહ્યું- ચીન કોવિડ-19 પર તેની બેદરકારીથી દુનિયાનું ધ્યાન હટાવવા માટે આ પ્રકારના રીત અપનાવી રહ્યું છે. અમે તાજેતરમાં જ પીસકીપિંગ બજેટ માટે 72.6 કરોડ ડોલર આપ્યા છે. વર્ષના અંત સુધી બાકીની ચૂકવણી કરી દઇશું. 

પીસકીપિંગ મિશન
UN
ના પીસકીપિંગ મિશનમાં જે સભ્ય દેશો ફંડ આપવામાં મોડું કરે તેની સીધી અસર એ દેશો પર પડે છે જ્યાંના સૈનિક UNના મિશનમાં તૈનાત હોય છે. આવી પરિસ્થિતિમાં UN એ દેશોને સૈનિકોની તૈનાતીના બદલે પૈસા નથી આપી શકતું. 11મેના UN સેક્રેટરી જનરલ એન્તોનિઓ ગુતેરસે પણ આ મુદ્દે નારાજગી જાહેર કરી હતી. 

અમેરિકાની ભાગીદારી સૌથી વધારે
UN
ના કુલ બજેટમાં સૌથી મોટો ભાગ અમેરિકા જ આપે છે. તે લગભગ 22 ટકા (ત્રણ અબજ ડોલર) છે. પીસકીપિંગ મિશનમાં અમેરિકા 25 ટકા (6 અબજ ડોલર) આપે છે. પહેલા તે 27.89 ટકા હતો. 2017માં અમેરિકન કોંગ્રેસે તેમાં કપાત કરી નાખ્યો હતો. અમેરિકાના દર વર્ષે 20 કરોડ ડોલરની બચત થઇ રહી છે. 

અમેરિકા બાદ ચીન
ગુરૂવારે UNના 193માથી લગભગ 50 દેશોએ સંપૂર્ણ આઉટસ્ટેન્ડીંગની ચૂકવણી કરી દીધી છે. તેમાં ચીન પણ સામેલ છે. અમેરિકા બાદ ચીન સૌથી વધારે ભાગીદારી આપે છે. જોકે તે અમેરિકાથી ઘણી ઓછી છે. ચીન UNના રેગ્યુલર બજેટનું લગભગ 12 ટકા અને પીસકીપિંગ બજેટનું લગભગ 15 ટકા આપે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post