• Home
  • News
  • ભારત માટે ખતરાની ઘંટડી:અરુણાચલની પાસે વધુ એક રેલ લાઈન પાથરવાની તૈયારીમાં ચીન, 200 કિમી પ્રતિ કલાકની સ્પીડથી દોડશે ટ્રેન
post

ચાઈના રેલવેએ શનિવારે રેલ લાઈન સાથે જોડાયેલી બે ટનલ અને એક પુલના નિર્માણ માટે લગાડવામાં આવેલી બોલીના પરિણામની જાહેરાત કરી

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-03 10:16:25

ભારત સાથેના તણાવ વચ્ચે ચીને અરુણાચલ પ્રદેશને સંલગ્ન પોતાના વિસ્તારમાં રેલ લાઈન પાથરવાની પૂરી તૈયારીઓ કરી લીધી છે. મીડિયા રિપોટ્સ મુજબ, રણનીતિક રીતે મહત્વનો આ ટ્રેક દક્ષિણ પશ્ચિમ સિંચુઆન પ્રાંત અને તિબેટના લિનઝી વચ્ચે પાથરવામાં આવશે.

ચાઈના રેલવેએ શનિવારે રેલ લાઈન સાથે જોડાયેલી બે ટનલ અને એક પુલના નિર્માણ માટે લગાડવામાં આવેલી બોલીના પરિણામની જાહેરાત કરી છે. આ સાથે જ પાવર સપ્લાઈ પ્રોજેક્ટ પણ તૈયાર કરવામાં આવશે.

કિંઘઇ-તિબેટ રેલવે પછી તિબેટમાં આ પ્રકારનો આ બીજો પ્રોજેક્ટ છે. આ રેલ લાઈન કિંઘઈ-તિબેટના દક્ષિણ પૂર્વ વિસ્તારમાંથી પસાર થશે. આ જિયોલોજિકલી વિશ્વનો સૌથી મોટો એક્ટિવ એરિયા છે. આ જાણકારી સરકાર તરફથી સંચાલિત ચાઈન ન્યૂઝે આપી છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સિચુઆન-તિબેટ રેલવા લાઈન સિચુઆન પ્રાંતની રાજધાની ચેંગદુથી શરૂ થઈને યેયાનથી કામાડો અને ત્યાંથી તિબેટમાં પ્રવેશ કરશે. આ લાઈનને પાથરવાથી ચેંગદુથી લ્હાસા સુધીની યાત્રામાં 48ના બદલે માત્ર 13 કલાક જ થશે.

તિબેટ સુધી પહોંચ બનાવવાની ચ્હામાં ચીન

તિબેટના લિનઝી, જેને નિંગચીના નામથી પણ ઓળખવામાં આવે છે. જે અરુણાચલ પ્રદેશની સરહદ નજીક છે. ચીન અરુણાચલ પ્રદેશને દક્ષિણી તિબેટનો ભાગ જ માને છે. ભારત તેનો વિરોધ કરે છે. લિનઝીમાં બનેલું એરપોર્ટ ચીન તરફથી હિમાલયી ક્ષેત્રમાં બનાવવામાં આવેલા 5 એરપોર્ટમાંથી એક છે.

4,700 કરોડ રૂપિયાનો થશે ખર્ચ

પ્રોજેક્ટ સાથે જોડાયેલા એક અધિકારીએ જણાવ્યું કે આ રેલ પ્રોજેક્ટ 1011 કિલોમીટર લાંબો હશે. આ ટ્રેક પર 26 સ્ટેશન હશે. જેના પર ચાલનારી ટ્રેનની સ્પીડ 120થી 200 કિલોમીટર પ્રતિ કલાક હશે. ગ્લોબલ ટાઈમ્સના રિપોર્ટ મુજબ, પ્રોજેક્ટ પર કુલ 320 બિલિયન યુઆન (લગભગ 4700 કરોડ રૂપિયા)નો ખર્ચ થશે.

ભારત માટે આ કારણસર ખતરો

·         ચીનના એક્સપર્ટનું કહેવું છે કે રાષ્ટ્રીય એકતના રક્ષા અને સરહદ પર સ્થિરતા કાયમ રાખવા માટે સિચુઆન-તિબેટ રેલવેનું ઘણું જ મહત્વ છે. ફુડન યુનિવર્સિટીમાં સેન્ટર ફોર સાઉથ એશિયન સ્ટડીઝના ડેપ્યુટી ડાયરેક્ટર લિન મિનવાંગનું કહેવું છે કે આ લાઈન શરૂ થયા બ ાદ તિબેટ ચીનના અન્ય બીજા મુખ્ય ક્ષેત્ર સાથે જોડાઈ જશે. રણનીતિક રૂપે ચીનના તિબેટી ક્ષેત્રમાં સામાનના લેવા મોકલવાની તેમજ જરૂરી વસ્તુઓ મોકલવાની ક્ષમતા વધી જશે.

·         શિંઘુઆ યુનિવર્સિટીમાં નેશનલ સ્ટ્રેટેજી ઈન્સ્ટિટ્યૂટના રિસર્ચ ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર કિયાન ફેંગનો દાવો છે કે જો ભારતની સરહદ પર સ્થિતિ બગડશે તો રેલ લાઈનની મદદથી યુદ્ધ સાથે જોડાયેલો સામાન પહોંચાડવામાં ચીનને ઘણી જ સુવિધા મળશે.

·         સ્થાનિક મીડિયાના જણાવ્યા મુજબ, સિચુઆન-તિબેટ રેલવે ન માત્ર તિબેટ ક્ષેત્રના આર્થિક વિકાસને ગતિ આપશે, પરંતુ સરહદ પર સ્થિરતા બનાવી રાખવામાં પણ મહત્વની ભૂમિકા ભજવશે.

·         લ્હાસાના તિબેટ વિશ્વવિદ્યાલયમાં પ્રોફેસર, જિયાંગ કુનકિસના જણાવ્યા મુજબ તિબેટના વિકાસની સાથે જ આ પ્રોજેક્ટનું સામરિક મહત્વ પણ છે. સિચુઆન અને તિબેટ બંને પ્રાકૃતિક રીતે ઘણાં જ સુંદર છે. બંને જગ્યાએ વિશાળ ખનીજ ભંડાર અને ઔષધીય જડીબુટ્ટીઓ ઉપલબ્ધતા છે. સિચુઆન-તિબેટ રેલવે પ્રોજેક્ટ પૂરો થયા બાદ સ્થાનિક પર્યટનને ઘણું પ્રોત્સાહન મળશે તેવી પણ શક્યતા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post