• Home
  • News
  • ચીન લદ્દાખના પૂર્વ વિસ્તારોમાંથી પીછેહઠ કરવા તૈયાર નથી, 40 હજાર સૈનિકોનો જમાવડો યથાવત રાખ્યો
post

ચીને લદ્દાખના તણાવગ્રસ્ત વિસ્તારોમાં એર ડિફેન્સ સિસ્ટમ, લાંબા અંતર સુધી મારક ક્ષમતા ધરાવતી તોપ પણ ગોઠવી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-23 09:48:30

નવી દિલ્હી: લશ્કરી અને રાજદ્વારી માર્ગે અનેક તબક્કાની વાટાઘાટ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલની દરમિયાનગીરી વચ્ચે પણ ચીનનું સતત અક્કડ વલણ જોવા મળી રહ્યું છે. ચીન લાઇન ઓફ એક્ચુઅલ કન્ટ્રોલ (LAC) પર તણાવ ઓછો થાય તેવો પ્રયત્ન કરી રહ્યું નથી. આ ઉપરાંત ચીનની પિપલ્સ લિબરેશન આર્મી (PLA)ના 40 હજાર સૈનિકોની પણ પૂર્વી લદ્દાખ સેક્ટરમાં જમાવડો યથાવત રાખ્યો છે.

ચીને હથિયારોથી સજ્જ સૈનિકો, બખ્તરબંધ વાહનો હજુ પણ ગોઠવેલા છે
ન્યૂઝ એજન્સીએ સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે પૂર્વી લદ્દાખ સેક્ટરના વિવાદવાળા વિસ્તારોથી ચીન તેના સૈનિક પાછળ હટાવી રહ્યું નથી. છેલ્લા કેટલાક દિવસોમાં જે સમજૂતીઓ થઈ છે તેનું પણ પાલન કર્યું નથી. તણાવવાળા વિસ્તારોમાં હજુ પણ પીછેહઠ કરી નથી. આ ઉપરાંત 40 હજાર સૈનિકો ગોઠવામાં આવેલા છે. અહીં ચીનની ડિફેન્સ સિસ્ટમ, બખ્તરબંધ ગાડીઓ, હથિયારો તથા લાંબા અંતર સુધીની મારક ક્ષમતા ધરાવતી તોપો પણ ગોઠવવામાં આવેલી છે.

ગોગરા અને હોટ સ્પ્રિંગમાં બાંધકામ કર્યું
સૂત્રોએ જણાવ્યું છે કે વીતેલા સપ્તાહોમાં બન્ને દેશના કમાન્ડરોની વાતચીત થવા છતાં જમીની સ્તરે કોઈ પરિવર્તન આવ્યું નથી. ફિંગર 5 એરિયામાં ચીનના સૈનિકોએ પીછેહઠ કરવા માંગતા નથી, પણ તેઓ સિરીજાપમાં પોતાના જૂના લોકેશન પર પહોંચ્યા છે. ચીનના સૈનિક અહીં એક ઓબ્જેક્શન પોસ્ટ તૈયાર કરવા માંગે છે. હોટ સ્પ્રિંગ અને ગોગરા પોસ્ટના વિસ્તારોમાં પણ વ્યાપક પ્રમાણમાં બાંધકામ ઉભુ કરી દીધુ છે.

 ચીનને શક છે કે જો સૈનિકો પીછેહઠ કરી લેશે અને હોટ સ્પ્રિંગમાં ભારતીય સેના PLA પર કબજો કરી ઉંચી પોઝિશન હાંસલ કરી શકે છે. જ્યારે, 14-15 જુલાઈના રોજ કમાન્ડર સ્તરની વાતચીતમાં વિસ્તારમાં તણાવ ઓછો કરવા સહમતિ થઈ હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post