• Home
  • News
  • ચીને જે ડોક્ટરની ચેતવણીને નજરઅંદાજ કરી, તાઈવાને તેને માનીને એલર્ટ આપ્યું; પરિણામ-વુહાનથી 950 કિમી દૂર, પરંતુ કોરોનાના 450થી પણ ઓછા કેસ
post

3 કરોડથી પણ ઓછી વસ્તીવાળા તાઈવાને ક્યારે ટોટલ લોકડાઉન કર્યું નથી, માત્ર ચીનથી આવતી જતી ફ્લાઈટ્સ પર પ્રતિબંધ લગાવ્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-09 11:39:57

નવી દિલ્હી: ચીનના જે વુહાન શહેરથી કોરોના વાઈરસ નીકળ્યો, ત્યાંથી લગભગ 950 કિમી દૂર તાઈવાઈનની રાજધાની તાઈપે છે. વુહાનથી લગભહ 12 હજાર કિમીથી પણ વધારે દૂર ન્યૂયોર્ક છે. અહીંયા કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 3.96 લાખથી પણ વધારે છે. મોતનો આંકડો પણ 30 હજારની ઉપર છે, પરંતુ તાઈવાનમાં માત્ર 453 કેસ અને 7 મોત થયા છે. 

ખાસ વાત તો એ છે કે કોરોનાના ફેલાવાને રોકવા માટે અહીંયા ટોટલ લોકડાઉન લગાવાયું ન હતું. માત્ર શાળા-કોલેજ અને સાર્વજનિક કાર્યક્રમો પર જ પ્રતિબંધ લગાવાયો હતો. એ પણ થોડા સમય માટે જ..
પરંતુ આ બધુ થયું કેવી રીતે? તો આનું કારણ છે  તાઈવાનના રાષ્ટ્રપતિ સાઈ ઈંગ-વેન. સાઈ તાઈવાનની પહેલી મહિલા રાષ્ટ્રપતિ છે. સાઈ મે 2016માં પહેલી વખત રાષ્ટ્રપતિ બની અને જાન્યુઆરી 20210માં બીજી વખત. સાઈએ તાત્કાલિક નિર્ણય લીધા અને કોરોના જેવી મહામારીનો નિવેડો લાવી દીધો.

 

1)    જે ડોક્ટરની ચેતવણી ચીને નજરઅંદાજ કરી, તાઈવાને તેની વાત માની
 WHO
ના જણાવ્યા પ્રમાણે, કોરોના વાઈરસનો પહેલો દર્દી 8 ડિસેમ્બરે ચીનના વુહાન શહેરમાં મળ્યો હતો. જો કે, એ વખતે ખબર નહોતી કે આ કોરોના વાઈરસ છે. એટલા માટે એ વખતે તેને નિમોનીયા હોવાનું માનવામાં આવ્યું હતું. 

     ડિસેમ્બરના અંતમાં વુહાનની એક હોસ્પિટલમાં ડોક્ટર લી વેનલિંયાગે સૌથી પહેલા કોરોના વાઈરસ વિશે જણાવ્યું હતું. પરંતુ ચીનની સરકારે લીને નજરઅંદાજ કરી દીધી અને તેની પર અફવાઓ ફેલાવાનો આરોપ પણ લગાવ્યો હતો. બાદમાં લીનું મોત પણ કોરોનાથી થઈ ગયું હતું 


એ વખતે લીની ચેટનો સ્ક્રીનશોટ પણ વાઈરલ થયો હતો, જેમાં તેમણે નિમોનીયા જેવી જ એક અન્ય બિમારી વિશે એલર્ટ આપ્યું હતું. જે વખતે આખી દુનિયા નવા વર્ષની ઉજવણીની તૈયારી કરી રહી હતી. એ વખતે 31 ડિસેમ્બરની સાંજે તાઈવાનના સેન્ટર ફોર ડિસીજ કંટ્રોલમાં નવી બિમારી અંગે એલર્ટ જાહેર કરાયું હતું.


2) જાન્યુઆરીમાં જ ચીનથી આવતી જતી ફ્લાઈટ્સ પર પ્રતિબંધ લગાવી દેવાયો 

31 ડિસેમ્બરે ચીનમાં અચાનક 27 કેસ સામે આવ્યા હતા. ત્યારબાદ તાઈવાન સરકારે એડવાઈઝરી જાહેર કરીને વુહાનથી આવતા જતા દરેક વ્યક્તિનું સ્ક્રીનિંગ શરૂ કરી દીધું હતું. આ સાથે જ જે લોકો છેલ્લા 15 દિવસમાં વુહાનથી પાછા આવ્યા હતા, તેમની પણ દેખરેખ થવા લાગી હતી.
 
તાઈવાનમાં 21 જાન્યુઆરીના રોજ કોરોનાનો પહેલો દર્દી મળ્યો હતો. ત્યારબાદ જ અહીંયાની સરકારે વુહાન જનારા લોકો માટે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી દીધી અને લોકોને કામ વગર બહાન ન નીકળવાની અપીલ કરી હતી. 

 વધતા કેસને ધ્યાનમાં રાખતા સરકારે 26 જાન્યુઆરીએ જ ચીનથી આવતી અને ચીન જતી તમામ પ્રકારની ફ્લાઈટ્સ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. સાથે જ ચીનથી આવેલા તમામ વ્યક્તિઓને ક્વૉરન્ટીન થવા અંગેની ગાઈડલાઈન જાહેર કરી હતી


3) માસ્કની અછત ન સર્જાય, એટલા માટે એક્સપોર્ટ પર પ્રતિબંધ લગાવ્યો;ઓડ-ઈવન ફોર્મ્યુલા લાગુ કરાયો 
 
માસ્કની જરૂરિયાતને સમજતા સરકારે 24 જાન્યુઆરીએ જ માસ્કના એક્સપોર્ટ પર થોડા સમય પ્રતિબંધ લગાવી દીધો હતો. આ પ્રતિબંધને જૂન સુધી વધારાયો હતો. માસ્કના એક્સપોર્ટ પર પ્રતિબંધ લાગવા અને કોરોનાના કેસ વધવાના કારણે લોકોમાં માસ્ક ખરીદવાની હરિફાઈ લાગી હતી


આનાથી બચવા માટે 3 ફેબ્રુઆરીએ સરકારે ઓડ-ર્ઈવન ફોર્મ્યુલા લાગી કરી દીધો . જો કે અહીંયા લોકો પાસે નેશનલ હેલ્થ ઈન્સોયરન્સ કાર્ડ હોય છે. આનો જ ઉપયોગ થયો. જેમનો કાર્ડ ઓડ નંબર હતો એ લોકો સોમવાર, બુધવાર અને શુક્રવારે જ માસ્ક ખરીદી શકે અને જેમનો ઈવન હતો એ મંગળવાર, ગુરુવાર અને શનિવારે જ માસ્ક ખરીદી શકતા હતા. રવિવારના દિવસ બધાને છૂટ હતી.

 

4) માસ્ક ન પહેરો તો રૂ. 38 હજારથી વધુ દંડ કર્યો
તાઈવાનમાં લોકડાઉન નથી લગાવાયુ અને અહીં પબ્લિક ટ્રાન્સપોર્ટ પણ ચાલુ છે. 31 માર્ચે અહીં ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર લિન ચીઆ-લુંગે ટ્રેન અને બસોમાં દરેક વ્યક્તિ માટે માસ્ક ફરજિયાત કરી દીધો હતો.


3
એપ્રિલે સરકારે સ્પષ્ટ કહ્યું કે, બસ અને ટ્રેનમાં માસ્ક વગર મુસાફરી કરનારને 15 હજાર તાઈવાન ડોલર એટલે કે 38 હજાર રૂપિયા દંડ કરવામાં આવશે.

5) પોતાના દેશમાં કમી ન હોય, તેથી આત્મનિર્ભર બન્યો
ફેબ્રુઆરીમાં દેશ અને દુનિયામાં કોરોનાના વધતા કેસ પછી સરકારે ટોબેકો એન્ડ લિકર કોર્પોરેશન અને તાઈવાન શુગર કોર્પોરેશનને આલ્કોહોલનું ઉત્પાદન 75 ટકા વધારવાનો આદેશ આપ્યો. જેથી સેનિટાઈઝેશનમાં તેનો ઉપયોગ થઈ શકે.
માર્ચમાં સરકારે ડિજિટલ થર્મોમીટરની નિકાસ પણ અટકાવી દીધી. તે જ મહિને અહીંના રાષ્ટ્રપતિ સાઈએ તાઈવાનની કંપનીઓને પીપીઈ કિટનું માસ પ્રોડક્શન માટે કહ્યું, જેથી અમેરિકાથી આયાત ન કરવી પડે.

આટલું જ નહીં, 1 મેથી અહીંની સરકારે હેન્ડ સેનિટાઈઝર અને ડિસઈન્ફેક્ટેડ નિકાસ પણ બંધ કરી દીધી.


મહેનતનું પરિણામ: ઘણાં દેશે કહ્યું- તાઈવાન મોડલ અપનાવીશુ
આ તાઈવાનની સરકાર અને અહીંના લોકોની મહેનતનું પરિણામ છે કે આ દેશ ચીનથી આટલો નજીક હોવા છતા અહીં 450 કરતા પણ ઓછા કેસ છે અને 10 કરતા પણ ઓછા મોત છે.

કેનેડા બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશને કોરોનાને ટક્કર આપવામામલે તાઈવાનના વખાણ કર્યા છે. ડેનમાર્કના પૂવ મુખ્યમંત્રી એન્ડર્સ ફોગે ટાઈમ મેગેઝિનના આર્ટિકલ દ્વારા તાઈવાનના કામના વખાણ કર્યા છે.


જર્મનીના ફ્રી ડેમોક્રેટિક પાર્ટીના નેતા સેન્ડ્રા બબેનડોર્ફર-લિચે પણ તાઈવાનના કામના વખાણ કર્યા છે. ઈઝરાયલના વડાપ્રધાન બેંજામિન નેતન્યાહૂ અને ન્યૂઝિલેન્ડના વડાપ્રધાન જેસિન્ડા આર્ડર્ને તો એવું પણ કહ્યું છે કે, કોરોનાને ટક્કર આપવા માટે તેઓ તાઈવાન સરકારનું મોડલ અપનાવશે. અમેરિકાના ટાઈમ મેગેઝિને પણ લખ્યું છે કે, કોરોનાને ટક્કર આપવા માટે તાઈવાને અમેરિકા કરતા સારું કામ કર્યું છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post