• Home
  • News
  • કોરોના વાઈરસથી બચવા માટે ચીનાઓ હવે ‘વાઈરસ ટ્રેકર’ એપ્સની શરણે, મેપ પર ચેપગ્રસ્ત વિસ્તારો દર્શાવતી એપ વિકસાવાઈ
post

ચેટિંગ એપ ‘WeChat’એ ‘YiKuang’ અર્થાત્ ‘એપિડેમિક સિચ્યુએશન’ નામનો પ્રોગ્રામ તૈયાર કર્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-05 10:37:42

ચીનમાં ફેલાયેલા મહાવિનાશકકોરોના વાઇરસથી બચવા માટે ચાઈનીઝ નાગરિકો હવે ચેપથી બચવા માટે વાઈરસ ટ્રેકિંગ એપ્સની શરણે આવી ગયા છે. ચીનનીક્વૉન્ટ અર્બનનામની ડેટા મેપિંગ કંપની ‘WeChat’ નામની ચેટિંગ એપ્લિકેશને ખાસ મિનિ પ્રોગ્રામ તૈયાર કર્યા છે. પ્રોગ્રામ યુઝરને જાણ કરે છે કે આસપાસના કયા વિસ્તારમાં કોરોના વાઇરસના ચેપનો ભોગ બનેલા લોકો છે, જેથી યુઝર્સ વધુ કાળજી લઇ શકે અથવા તો ત્યાં જવાનું ટાળી શકે.

YiKuang
પ્રોગ્રામ
ચેટિંગ એપ ‘WeChat’ ‘YiKuang’ અર્થાત્એપિડેમિક સિચ્યુએશનનામનો પ્રોગ્રામ તૈયાર કર્યો છે, જે શેન્ઝેન અને ગ્વાંગઝુના દક્ષિણ તરફના વિસ્તારોને આવરી લે છે. જ્યારે ‘QuantUrban’નો બ્રાઉઝર આધારિત નકશા પર તૈયાર થયેલો પ્રોગ્રામ તે પ્રોવિન્સના અન્ય નવ શહેરોને આવરી લે છે. બંને પ્લેટફોર્મ પર જઈને યુઝર જાણી શકે છે કે પોતાની આસપાસ કયો વિસ્તાર કોરોના વાઈરસથી અસરગ્રસ્ત છે. તે વિસ્તારથી યુઝરનું એક્ઝેક્ટ અંતર પણ દર્શાવવામાં આવે છે, જેથી યુઝર તેનાથી દૂર જઈને વાઈરસથી બચી શકે અથવા તો અલગ રૂટ પસંદ કરી શકે. શરૂઆતમાં મેપમાં કોરોના વાઈરસથી અસરગ્રસ્ત વિસ્તારોને ખોપરી અને ક્રોસ આકારમાં હાડકાંના સિમ્બોલથી બતાવવામાં આવતા હતા, પરંતુ તે લોકોમાં પેનિક પેદા કરતા હોવાની ફરિયાદ થવાથી તેને બદલીને હવે આશ્ચર્યચિહ્ન વડે ચેપગ્રસ્ત વિસ્તારોને દર્શાવવામાં આવે છે.

ચીની સરકાર કોરોના વાઈરસના અસરગ્રસ્ત વિસ્તારો અને તેના ચેપનો ભોગ બનેલા લોકોના વિસ્તાર દીઠ આંકડા રોજેરોજ રિલીઝ કરે છે. તેના પરથી બંને પ્લેટફોર્મ્સ પરની માહિતી અપડેટ કરવામાં આવે છે. કોરોના વાઈરસની રોકથામ માટે કામ કરી રહેલા સ્વયંસેવકો સતત નવી માહિતી અપડેટ કરીને ટૂલ્સને વધુ ઉપયોગી બનાવવામાં મદદ કરી રહ્યા છે.

ચીનની સરકારી ન્યૂઝ ચેનલ ‘CCTV’ અનેપીપલ્સ ડેઈલી પણ આવા એપ આધારિત પ્રોગ્રામ્સને સમર્થન આપ્યું છે, જેમાં લોકો પણ જાણી શકે છે કે તેમણે જે પ્લેન, બસ કે ટ્રેનમાં મુસાફરી કરી હોય તેમાં કોઈ કોરોના વાઈરસના ચેપનો ભોગ બનેલી વ્યક્તિએ મુસાફરી કરી છે કે કેમ.

સોમવાર સુધીમાં ચીનના શેન્ઝેનમાં કોરોના વાઈરસનો ભોગ બનેલા લોકોની સંખ્યા 245ને પાર થઈ ગઈ છે. ચીનનાં સૌથી મોટાં શહેરો એવાં બેઈજિંગ, શાંઘાઈ અને ગ્વાંગઝુમાં પણ ચેપ મોટા પ્રમાણમાં ફેલાયો છે. શહેરોમાં ચીનના અન્ય વિસ્તારોમાંથી આવીને રહેતા લોકો બહુ મોટી સંખ્યામાં રહે છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post