• Home
  • News
  • ચીને 130 અબજ રૂપિયાના ખર્ચે દુનિયાનું સૌથી મોટું ફૂટબોલ સ્ટેડિયમ બનાવવાની તૈયારી શરુ કરી
post

ફ્લાવર સિટી તરીકે ઓળખાતા શહેર ગોંગઝાઉમાં આ સ્ટેડિયમ બની રહ્યું છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-23 11:25:10

ગોંગઝાઉ: ચીનનાં વુહાન શહેરે જોખમી કોરોના વાઇરસ ફેલાવીને દુનિયાને લોકડાઉનની પરિસ્થતિમાં મૂકી દીધી છે અને પોતે હાલ 130 અબજ રૂપિયાના ખર્ચે  દુનિયાનું સૌથી મોટું સ્ટેડિયમ બનાવવાનું શરુ કરી દીધું છે. ચીનના ફ્લાવર સિટી તરીકે ઓળખાતા શહેર ગોંગઝાઉમાં આ સ્ટેડિયમ બની રહ્યું છે. 1 લાખ લોકોની બેસવાની ક્ષમતા ધરાવતા આ સ્ટેડિયમનો આકાર ખીલેલા કમળ જેવો જ છે.  ફ્લાવર સિટી નામ ધરાવતું સ્ટેડિયમ વર્ષ 2022માં બનીને તૈયાર થશે. 

ચીનના ફેમસ ESPN ફૂટબોલ ક્લબે ટ્વિટર પર સ્ટેડિયમ કેવું દેખાશે તેની ઝલક બતાવી છે. ગુરુવારથી ગોંગઝાઉ શહેરમાં ભવ્યાતિભવ્ય સ્ટેડિયમ બનવાનું કામ શરુ થઇ ગયું છે. કોન્ગલોમેરટ એવરગ્રેંડના પ્રેસિડન્ટે શિઆ હૈજુને કહ્યું કે, આ સ્ટેડિયમની ઓળખ દુનિયાના ખ્યાતના સ્થળોની જેમ અલગ હશે. દુનિયા માટે તે ચાઇનીઝ ફૂટબોલનું પ્રતિક હશે.  

 

દુનિયાનું સૌથી મોટું ફૂટબોલ સ્ટેડિયમ બાર્સેલોનામાં આવ્યું છે
અત્યાર સુધી દુનિયાનું સૌથી મોટું સ્ટેડિયમ સ્પેનના બાર્સેલોના શહેરમાં આવેલુ છે. કેમ્પ નાઉની કેપેસિટી 99,354 દર્શકો બેસાડવાની છે. ફ્લાવર સિટી સ્ટેડિયમની ડિઝાઇન માટે મૂળ શાંઘાઈના પણ અમેરિકન ડિઝાઇનર હસન સ્યેદ એવરગગ્રેન્ડ ગ્રુપ સાથે કામ કરી રહ્યા છે. આ સ્ટેડિયમમાં 16 VVIP પ્રાઇવેટ રૂમ, 152 VIP રૂમ, FIFA એરિયા, એથ્લીટ એરિયા, મીડિયા એરિયા અને પ્રેસ રૂમ હશે. 

 

ગોંગઝાઉ એવરગ્રેન્ડ  ચીન અને એશિયાની સૌથી ફેમસ અને સફળ ફૂટબોલ ટીમ છે. આ ટીમે ચાઈનીઝ સુપર લીગ 8 વાર અને એશિયન ચેમ્પિયન લીગ બે વાર જીતી છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post