• Home
  • News
  • ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ G20 સમિટમાં ભાગ નહીં લે, તેમના સ્થાને વડાપ્રધાન આપશે હાજરી
post

ભારત G20ના અધ્યક્ષ તરીકે 9-10 સપ્ટેમ્બરે આ પ્રભાવશાળી વાર્ષિક શિખર સંમેલનની મેજબાની કરી રહ્યું છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-09-04 18:10:36

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ચાલુ અઠવાડિયે નવી દિલ્હીમાં યોજાવા જઈ રહેલી G20 સમિટમાં ભાગ નહીં લે અને તેમની જગ્યાએ ચીનના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ વડાપ્રધાન લી કિયાંગ કરશે. વિદેશ મંત્રાલયે સોમવારે આ જાહેરાત કરી હતી. 

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ આપી માહિતી 

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે જણાવ્યું કે ભારત સરકારના આમંત્રણ બાદ વડાપ્રધાન લી કિયાંગ 9-10 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં યોજાનાર 18મી G20 સમિટમાં જોડાશે. 

બાયડેન ક્યારે આવશે

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાડેન આગામી G20 સમિટમાં ભાગ લેવા માટે 7 સપ્ટેમ્બરે દિલ્હી આવવાના છે. આ દરમિયાન સવારે એવા અહેવાલ આવ્યા હતા કે જો બાયડેન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના સંમેલનમાં ના જોડાવાના સમાચારથી નારાજ થયા હતા. ઉલ્લેખનીય છે કે ભારત G20ના અધ્યક્ષ તરીકે 9-10 સપ્ટેમ્બરે આ પ્રભાવશાળી વાર્ષિક શિખર સંમેલનની મેજબાની કરી રહ્યું છે. તેમાં બાડેન સહિત દુનિયાભરના બે ડઝનથી વધુ નેતા ભાગ લેવાના છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post