• Home
  • News
  • ચટાકેદાર ચિકનનો કમાલ:તાઈવાનમાં 62 દિવસથી કોમામાં હતો 18 વર્ષનો ચિયુ, ભાઈએ પસંદગીની વાનગીનું નામ લેતા ભાનમાં આવ્યો
post

18 વર્ષીય ચિયુ જુલાઈમાં સ્કૂટર લઈને જતો હતો ત્યારે એક અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-10 11:40:10

પસંદગીની વાનગીઓનું નામ સાંભળતા જ મોટા ભાગના લોકોના મોંમાં પાણી આવી જાય છે, પરંતુ શું તમે સાંભ‌ળ્યું છે કે પ્રિય વાનગીનું નામ સાંભળીને કોમામાં ગયેલી વ્યક્તિના હોશ પાછા આવી જાય? તાઈવાનમાં આવી એક ઘટના સામે આવી છે. 18 વર્ષીય ચિયુ જુલાઈમાં સ્કૂટર લઈને જતો હતો ત્યારે એક અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. આ દુર્ઘટનામાં તેના શરીરના આંતરિક અવયવોને પણ ગંભીર ઈજા થઈ હતી. આ સ્થિતિમાં તેના શરીર પર છ ઓપરેશન કરવા પડ્યાં અને છેવટે તે સળંગ 62 દિવસ સુધી કોમામાં જતો રહ્યો. ચિયુની સારવાર કરનારા તબીબ કહે છે કે, તેને અહીં લવાયો ત્યારે તેના બચવાની આશા નહીંવત હતી. તેની ડાબી કિડની અને લિવરને પણ ઈજા થઈ હતી. મલ્ટિપલ ફ્રેક્ચર થવાના કારણે લોહી પણ વહી ગયું હતું. જોકે, તે મજબૂત ઈચ્છાશક્તિના કારણે કોમામાંથી બહાર આવી ગયો. આ સુખદ સ્થિતિ માટે તેનો ભાઈ પણ એટલો જ જવાબદાર છે.

ચિકન ફિલેટનું નામ સાંભળતા જ ભાન આવ્યો
ચિયુ 62 દિવસ સુધી કોમામાં હતો, ત્યારે તેનો મોટો ભાઈ નિયમિત રીતે તેને મળવા આવતો. આ દરમિયાન એક દિવસ તેણે લાગણીશીલ થઈને નાના ભાઈને મજાકમાં કહ્યું કે આજે હું તારા ફેવરિટ ચિકન ફિલેટ લાવ્યો છું. ચિયુના કાનમાં આ વાત પડતા જ તે હોશમાં આવવા લાગ્યો હતો અને તેના પલ્સ રેટ પણ વધી ગયા હતા. ત્યાર પછી તે થોડી જ વારમાં જાગી ગયો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post