• Home
  • News
  • અમેરિકામાં શરૂ થયુ, “સ્વચ્છ ભારત અભીયાન” સ્થાનીક ભારતીયો કરે છે, શહેરની સ્વચ્છતા..
post

અમેરિકામાં વસતા ભારતીયો દ્વારા સ્વચ્છતા અભીયાન શરૂ કરવામાં આવ્યુ છે.

Written By nirav govani | Ahmedabad | Published: 2021-05-23 10:57:03

શિકાગો,

     સ્વચ્છ ભારત અભીયાન અહીં અમેરિકામાં પણ, વાત જાણીને નવાઇ લાગે છે ને, પણ આ વાત સાચી છે. અહીં અમેરિકામાં વસતા ભારતીયો દ્વારા સ્વચ્છતા અભીયાન શરૂ કરવામાં આવ્યુ છે. અમેરિકામાં કેટલાક વિસ્તારો તેમજ કેટલાક રોડની સ્વચ્છતાની જવાબદારી  સ્થાનીક સરકાર પાસેથી અહીં વસતા ભારતીયોએ લઇ લીધી છે.

     ફેડરેશન ઓફ ઇન્ડીયન અમેરિકન એશો. તેમજ હિન્દું સંગઠન દ્વારા જ્યોર્જીયામાં સ્થાનીક સરકારને વિંનતી કરીને અહીં વસતા ભારતીયોએ બે રોડ સ્વચ્છ કરવાની કાર્યવાહી પોતાના માથે રાખી છે. હિન્દું સંગઠન ના વડા ડો. વાસુભાઇ પટેલે આ અંગે જણાવ્યુ હતુ કે, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભીયાનથી પ્રેરાઇને આ હિન્દું સંગઠન દ્વારા અહીં અમેરિકામાં પણ સ્વચ્છતા અભીયાન શરૂ કરવામાં આવ્યું છે. અમેરિકામાં પણ ગંદકી ફેલાતી હોય છે. પરંતુ આ ગંદકીને સાફ કરવા માટે સ્થાનીક હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓ પોતાની જવાબદારી સમજીને તેમજ સ્થાનીક સરકારને વિશ્વાસમાં લઇને બે અલગ-અલગ રોડની પોતાની રીતે સફાઇ કરે છે. એટલુ જ નહીં આ સફાઇ અભીયાનને કારણે સ્થાનીક સરકારે આ રોડ પર હિન્દુ સંગઠનનું બોર્ડ પણ લગાવ્યુ છે. અને તેની જવાબદારી આ સંગઠન નિભાવે છે, તેવુ જાહેર કર્યુ છે.

adv

Related News

post
post
post
post
post
post
post