• Home
  • News
  • વિશ્વ ફલક પર હવે ગુજરાતનું નામ ઝળહળશે, ભાવનગરમાં બનશે વિશ્વનું સૌ પ્રથમ CNG ટર્મિનલ
post

ગુજરાત LNG અને CNG બંને માટેના ટર્મિનલ ધરાવતું દેશનું એક માત્ર રાજ્ય હોવાનું ગૌરવ મેળવી લેશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-15 11:24:44

વિશ્વ ફલક પર હવે ગુજરાતનું નામ ઝળહળશે. વર્લ્ડ મેરિટાઈમ મેપ પર હવે ગુજરાતીઓને ગર્વ થાય તેવા એક અહેવાલ સામે આવી રહ્યા છે. ભાવનગરમાં વિશ્વનું પ્રથમ CNG ટર્મિનલ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આજે રાજ્યના CM રૂપાણીએ CNG ટર્મિલન સ્થાપવા માટેની મંજૂરી આપી છે. ભાવનગરમાં વિશ્વના પ્રથમ સીએનજી ટર્મિનલ પ્લાન્ટ પ્રતિ વર્ષ 15 લાખ ટન ક્ષમતા ધરાવતો CNG ટર્મિનલ હશે. પ્રથમ તબક્કામાં રૂપિયા 1300 કરોડનું મૂડીરોકાણ કરવામાં આવશે. ત્યારબાદ બ્રાઉન ફિલ્ડ પોર્ટ પ્રોજેક્ટ તરીકે ભાવનગરમાં આ પ્રોજેક્ટ આકાર પામશે. અહીં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફેસેલિટીઝ વિકસાવવામાં આવશે. ટર્મિનલ કાર્યરત થયા બાદ વાર્ષિક કાર્ગો કેપેસિટી પણ વધશે. વાર્ષિક કાર્ગો કેપેસિટી 9 મિલીયન મેટ્રિક ટન થશે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે ભાવનગર ખાતે વિશ્વનું સૌપ્રથમ CNG ટર્મિનલ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યના સીએમ વિજય રૂપાણીએ ભાવનગર ખાતે CNG ટર્મિનલ સ્થાપવા માટે આજે વિધિવત રીતે મંજૂરી આપી દીધી છે. આ સાથે જ આખા વિશ્વનું પ્રથમ CNG ટર્મિનલ સ્થાપનારૂં ગુજરાત પ્રથમ રાજ્ય બનશે. ગુજરાત મેરીટાઇમ બોર્ડ ફોર સાઇટ ગ્રુપ-કોન્સોર્રીયમ-(ફોર સાઇટ ગૃપ પદ્મનાભ મફતલાલ ગૃપ અને નેધરલેન્ડ સ્થિત બોસ્કાલિસ)ને પ્રોજેકટ ડેવલપર તરીકે મંજૂરી આપશે.

આ પ્રોજેક્ટ બનતા જ ગુજરાતમાં 1600 કિ.મી. લાંબો દરિયા કિનારો ધરાવતું ગુજરાત પોર્ટ કાર્ગો ક્ષેત્રે ગૌરવપૂર્ણ સ્થાન મેળવશે. આ પ્રોજેક્ટમાં પ્રથમ તબક્કામાં રૂ. 1300 કરોડનું મૂડીરોકાણ કરવામાં આવશે. પ્રોજેકટ પૂર્ણ થતાં કુલ 1900 કરોડનું મૂડીરોકાણ CNG ટર્મિનલ પ્રોજેકટમાં થશે. રાજ્યના સૌ પ્રથમ બ્રાઉન ફિલ્ડ પોર્ટ પ્રોજેકટ તરીકે ભાવનગરમાં આ CNG ટર્મિનલ આકાર પામશે. આ પ્રોજેક્ટમાં પ્રતિ વર્ષ 15 લાખ ટન ક્ષમતા ધરાવતું CNG ટર્મિનલ બનશે.

પ્રતિ વર્ષ 45 લાખ ટન ક્ષમતાનું લીકવીડ કાર્ગો ટર્મિનલ, કન્ટેઇનર અને વ્હાઇટ કાર્ગો ટર્મિનલ તથા રો-રો ટર્મિનલ વિકસાવવાનું મહત્વાકાંક્ષી આયોજન પણ કરવામાં આવ્યું છે. શિપબ્રેકીંગ, શિપ રિસાયકલીંગ ઊદ્યોગમાં વિશ્વના સૌથી મોટા શિપબ્રેકીંગ યાર્ડ તરીકે પ્રખ્યાત અલંગ-ભાવનગરની ખ્યાતિમાં વધુ એક યશકલગી બનશે. ભાવનગર પોર્ટ વિકસાવવા ચેનલ અને પોર્ટ બેઝિનમાં ડ્રેજિંગ, બે લોક ગેટસનું બાંધકામ અને કિનારા ઉપર CNG ટ્રાન્સપોર્ટેશન માટે ઇન્ફ્રાસ્ટ્રકચર ફેસેલીટીઝ વિકસાવવામાં આવશે.

CNG ટર્મિનલ કાર્યાન્વીન્ત થતાં ભાવનગર પોર્ટની વાર્ષિક કાર્ગો કેપેસિટી 9 મિલીયન મેટ્રિક ટન થશે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની વિઝનરી લીડરશીપમાં ગુજરાત LNG અને CNG બંને માટેના ટર્મિનલ ધરાવતું દેશનું એક માત્ર રાજ્ય હોવાનું ગૌરવ મેળવી લેશે. રાજ્યમાં દહેજ અને હજીરામાં LNG ટર્મિનલ પછી વિશ્વનું આ પ્રથમ CNG ટર્મિનલ ભાવનગરમાં થતાં વર્લ્ડ મેરિટાઇમ મેપ પર ગુજરાતનો દબદબો પ્રસ્થાપિત થશે.

મુખ્યમંત્રીએ જામનગરના સચાણા પોર્ટને પૂન: ધમધમતું કરવા આપેલી મંજૂરી બાદ હવે વિશ્વના પ્રથમ CNG ટર્મિનલને ભાવનગરમાં નિર્માણની મંજૂરી આપી છે. સૌરાષ્ટ્રના સમુદ્ર કિનારાની પૂરાતન જાહોજલાલીને અદ્યતન પોર્ટ ડેવલપમેન્ટ પ્રોજેકટસથી પૂન: ધબકતી કરવાની મુખ્યમંત્રીની નેમ સાકાર થશે. સી.એન.જી. ટર્મિનલ પ્રોજેક્ટના પરિણામે ભાવનગર અને આસપાસના વિસ્તારોના યુવાઓ માટે લોજિસ્ટિક્સ ટ્રાન્સપોર્ટેશન અને વેરહાઉસિંગના ક્ષેત્રે વિશાળ રોજગારીની તકો ખુલશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post