• Home
  • News
  • US ચૂંટણી: ટ્રમ્પ અને બાઇડેનની વચ્ચે થનારી બીજી પ્રેસિડેન્શિયલ ડિબેટ રદ્દ
post

કમિશન ઓન પ્રેસિડેન્શિયલ ડિબેટ 15 ઑક્ટોબરના રોજ મિયામીમાં પ્રસ્તાવિત પ્રેસિડેન્શિયલ ડિબેટના વર્ચુઅલ આયોજનની જાહેરાત કરી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-10 08:45:29

અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલાં 15 ઑક્ટોબરના રોજ થનારી બીજી પ્રેસિડેન્શિયલ ડિબેટ કેન્સલ થઇ ગઇ છે. મીડિયા રિપોર્ટસના મતે કમિશન ઓન પ્રેસિડેન્શિયલ ડિબેટ્સ (CPD) એ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક ઉમેદવાર જો બાઇડેનની વચ્ચે થનાર વર્ચુઅલ ડિબેટને કેન્સલ કરવાનો નિર્ણય કર્યો છે.

કમિશન ઓન પ્રેસિડેન્શિયલ ડિબેટ 15 ઑક્ટોબરના રોજ મિયામીમાં પ્રસ્તાવિત પ્રેસિડેન્શિયલ ડિબેટના વર્ચુઅલ આયોજનની જાહેરાત કરી હતી. CPD એ કહ્યું હતું કે બીજી પ્રેસિડેન્શિયલ ડિબેટને ટાઉન મીટિંગ્સના તર્જ પર કરાશે, જેમાં ઉમેદવાર રિમોટ લોકેશન્સમાં ભાગ લેશે. જો કે ડોનાલ્ડ ટ્રમ્પે એલાન કર્યું હતું કે તેઓ આ વર્ચુઅલ પ્રેસિડેન્શિયલ ડિબેટનો હિસ્સો બનશે નહીં.

ટ્રમ્પે કહ્યું કે તેઓ વર્ચુઅલ ડિબેટમાં પોતાનો સમય બરબાદ કરશે નહીં. ટ્રમ્પે કહ્યું હતું કે બીજી ડિબેટમાં તેઓ બાઇડેનને હરાવી દેશે. તો ટ્રમ્પના આ નિવેદન પર જો બાઇડેન પણ મીડિયા સાથે વાત કરતાં પ્રતિક્રિયા આપી. બાઇડેને રિપોર્ટર્સને કહ્યું કે તેઓ કમિશનની તરફથી આપવામાં આવેલી સલાહને માનશે. દેશમાં 3 નવેમ્બરના રોજ ચૂંટણી થવાની છે.

22 ઑક્ટોબરના રોજ ત્રીજી ડિબેટનું આયોજન


ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ તાજેતરમાં રાષ્ટ્રપતિની ચર્ચામાં ભાગ લીધા બાદ જ કોરોના વાયરસથી સંક્રમિત થયા હતાં. જોકે તેમ છતાંય કોરોનાને લઇ બેદરકારીભર્યા વલણના લીધે ઘણો વિવાદ થયો હતો. ટ્રમ્પ લગભગ 4 દિવસ હોસ્પિટલમાં રહ્યા હતા ત્યારબાદ તેમને વ્હાઇટ હાઉસમાં ખસેડવામાં આવ્યા હતા. કોરોનાને કારણે કમિશને પણ ડિબેટસને વર્ચુઅલી બનાવવાની જાહેરાત કરી હતી. હવે 22 મી ઑક્ટોબરના રોજ ત્રીજી ડિબેટનું આયોજન થશે.

adv

Related News

post
post
post
post
post
post
post