• Home
  • News
  • શિક્ષણ પ્રત્યે પ્રતિબદ્ધતા:અફઘાનિસ્તાનમાં સ્કૂલ નજીક બોમ્બ વિસ્ફોટમાં 80 મોત છતાં છોકરીઓ સ્કૂલે જઈ રહી છે, કહે છે કે - શિક્ષિત થઈને જ રહીશું
post

તાલિબાની શાસન દરમિયાન છોકરીઓના સ્કૂલે જવા પર રોક લગાવાઈ હતી

Written By newsonline | Ahmedabad | Published: 2021-05-19 11:52:38

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં એક સ્કૂલની નજીક 5 મેના રોજ એક વિસ્ફોટ થયો હતો. તેમાં 80 લોકો મૃત્યુ પામ્યા હતા. જોકે 160થી વધુ ઘવાયા હતા. જ્યારે છોકરીઓ સ્કૂલેથી ઘરે જવા નીકળી હતી ત્યારે આ વિસ્ફોટ થયો હતો. તેમ છતાં અહીંના વિદ્યાર્થીઓ, પરિવાર અને શિક્ષકોએ શિક્ષણ પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા જાહેર કરી દીધી છે.

આ હુમલામાં ફરજાના અસગરીની 15 વર્ષીય નાની બહેન પણ મૃત્યુ પામી ગઈ હતી. વિસ્ફોટ દરમિયાન ફરજાના પણ ફસાઈ ગઈ હતી પણ જીવીત બચીને ઘરે પરત ફર્યા બાદ ફરજાનાએ દૃઢ સંકલ્પ લીધો કે તે ફરીવાર ભણવા જશે. જ્યારે સોમવારે સ્કૂલો ખુલી તો ત્યાં પહોંચનારા વિદ્યાર્થીઓમાં સૌથી વધુ છોકરીઓ જ હતી. ફરજાનાની સાથે સાથે અન્ય છોકરીઓ પણ કહે છે કે વધુ એક હુમલો થશે તો પણ અમે સ્કૂલે જઈશું. તાલિબાન ઈચ્છે છે કે અમે અભણ રહીએ. પણ અમે તેમના ઈરાદાને સફળ નહીં થવા દઈએ. અમે શિક્ષિત થઈને જ રહીશું.

ફરજાના કહે છે કે આપણે જ્ઞાન અને શિક્ષણ મેળવવા માટે ડર છોડવો જ પડશે. અફઘાનિસ્તાનના એનજીઓ સાથે સંકળાયેલી ફૌજિયા કૂફી કહે છે કે અહીં તાલિબાની શાસન 1996થી 2001 દરમિયાન છોકરીઓના સ્કૂલે જવા પર રોક લાગી હતી. પણ હવે પરિવાર પણ ડર્યા વિના તેમને સ્કૂલે મોકલે છે.

અફઘાનિસ્તાનમાં 35 લાખ છોકરીઓ સ્કૂલે જઈ રહી છે
એક એનજીઓ સાથે સંકળાયેલાી ફૌજિયા કૂફી કહે છે કે અફઘાનિસ્તાને ગત બે દાયકામાં પરિવર્તનકારી બદલાવ જોયા છે. દેશમાં હવે 35 લાખ છોકરીઓ સ્કૂલે જવા લાગી છે. પહેલા મહિલાઓને તેમના શરીરને બુરખાથી સંપૂર્ણપણે ઢાંકવા પડતા હતા. જે હવે ધીમે ધીમે ખતમ થઇ રહ્યું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post