• Home
  • News
  • ગૂગલ અને ફેસબુક જેવી કંપનીઓ H-1B વિઝાધારકને ઓછો પગાર આપે છે
post

ટોચની 30 કંપનીમાંથી અડધી તો થર્ડ પાર્ટીના માધ્યમથી નોકરી આપે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-07 09:45:25

વોશિંગ્ટન: અમેરિકામાં એચ-1 બી વિઝાધારક કર્મચારીઓને કામ પર રાખતી કંપનીઓ યોજના હેઠળ સ્થાનિક માર્કેટદરથી ઓછી સેલરી આપે છે. આ દાવો એક રિપોર્ટમાં કરાયો છે. ઇકોનોમિક પોલિસી ઇન્સ્ટિટ્યૂટના રિપોર્ટમાં કહેવાયું છે કે એચ-1 બી વિઝાધારકોને કામ આપનારી ટોપ-30 કંપનીઓમાં એમેઝોન, માઇક્રોસોફ્ટ, વોલમાર્ટ, ગૂગલ, એપલ અને ફેસબુક સામેલ છે. 


60
ટકા વર્કર્સને ઓછો પગાર મળે છે
ઇકોનોમિક પોલિસી ઇન્સ્ટિટ્યૂટના એચ-1 બી વિઝા અને પ્રચલિત પરિશ્રમ સ્તરરિપોર્ટ ડેનિયલ કોસ્ટ અને રોન હીરાએ તૈયાર કર્યો છે. અમેરિકી શ્રમ વિભાગ એચ-1 બી વિઝા હેઠળ 60 ટકા વર્કર્સને બજારદરથી ઓછા પગારે કામ પર રાખવા માટે પ્રમાણિત કરે છે. એચ-1 બી વિઝા કાર્યક્રમ એની મંજૂરી આપે છે. શ્રમ વિભાગ પાસે તેને બદલાવો અધિકાર છે. પરંતુ એવું થતું નથી.


ગત વર્ષે 53 કંપનીઓએ લાભ ઉઠાવ્યો
વર્ષ 2019માં 53,000થી વધુ કંપનીઓએ એચ-1 બી વિઝા નિયમનો ઉપયોગ કર્યો. અમેરિકાના નાગરિક અને ઇમિગ્રેશન વિભાગે 2019માં એચ-1 બી વિઝા પર કામ કરનારાની સંખ્યા 3,89,000 નક્કી કરી હતી. દર ચારમાંથી એક વર્કર આ ટોચની 30 કંપનીમાં કામ કરે છે.

adv

Related News

post
post
post
post
post
post
post