• Home
  • News
  • મોદીના સંબોધનના 3 કલાક પહેલાં સોનિયા ગાંધીનો મેસેજ, કહ્યું- કોરોનાને હરાવીને રહીશું
post

સોનિયા ગાંધીએ કહ્યું- કોરોના સંકટમાં ડોક્ટર્સ, સફાઈકર્મીઓ, પોલીસ સહિત સરકારી ઓફિસર્સનું સતત કાર્યરત રહેવું કોઈ દેશભક્તિ કરતા ઓછું નથી

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-14 11:33:27

નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મંગળવારે વડાપ્રધાન મોદી દેશને સંબોધન કરે તેના 3 કલાક પહેલાં દેશના નામે પોતાનો એક વીડિયો મેસેજ જાહેર કર્યો હતો. 5 મિનિટ 45 સેકન્ડનો આ મેસેજ સવારે 7 વાગે કોંગ્રેસ ટ્વિટર એકાઉન્ટથી પોસ્ટ કરવામાં આવ્યો છે. સોનિયાએ આ વીડિયો દ્વારા મેડિકલ સ્ટાફ અને અન્ય તે લોકોનો આભાર માન્યો છે જે કોરોના વિરુદ્ધની લડાઈમાં મહત્વની ભૂમિકા નીભાવી રહ્યા છે. તે ઉપરાંત લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવા અને ઘરમાં જ રહેવા માટે અપીલ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 10 વાગે દેશને સંબોધન કરવાના છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post