• Home
  • News
  • કેનેડાના PM ટ્રુડો પર ભડક્યા કોંગ્રેસ નેતા, ચેતવણી આપતા કહ્યું, ‘ગેંગસ્ટર્સનું સમર્થન કરતા રહેશે તો...’
post

PM ટ્રુડો ભારતના મોસ્ટવોન્ટેડ ગેંગસ્ટર્સને આશ્રય આપી રહ્યા છે : કોંગ્રેસ સાંસદ

Written By newsonline | Ahmedabad | Published: 2023-09-26 18:36:09

ખાલિસ્તાન (Khalistani) વિવાદ મામલે ભારત અને કેનેડા (India-Canada Controversy) વચ્ચેના તણાવ અંગેના સતત નવા અહેવાલો સામે આવતા રહે છે... આ મામલે કોઈ ભારતનું સમર્થન કરી રહ્યું છે, કેટલાક કેનેડા સાથે ઉભા છે... હવે આ વિવાદ અંગે કોંગ્રેસ (Congress) નેતા રવનીત સિંહ બિટ્ટુ (Ravneet Singh Bittu)નું મોટુ નિવેદન સામે આવ્યું છે. બિટ્ટુએ કહ્યું કે, જો કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો (PM ustin Trudeau) આ રીતે ગેંગસ્ટર્સને બચાવતા રહેશે તો તેઓ એકલા પડી જશે...

ટ્રુડોને કોંગ્રેસ નેતાની ચેતવણી

ભારત અને કેનેડા વિવાદ અંગે રવનીત સિંહ બિટ્ટુએ કહ્યું કે, આમાં કેનેડાની કોઈ ભુલ નથી, પરંતુ તેના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો ભારતના મોસ્ટવોન્ટેડ ગેંગસ્ટર્સને આશ્રય આપી રહ્યા છે... તેમણે એવો પણ દાવો કર્યો કે, કેનેડાના વડાપ્રધાન ટ્રુડો આ જ રીતે ગેંગસ્ટરોનું સમર્થન કરતા રહેશે તો તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે એકલા પડી જશે. એટલું જ નહીં તેમને G8, G7, G20 અને NATOના સભ્યો પણ આંતરરાષ્ટ્રીય સ્તરે એકલા છોડી દેશે... જોકે બિટ્ટુએ એમ પણ કહ્યું કે, કેનેડામાં શિખોને ખુબ જ સન્માન મળ્યું છે.

ટ્રુડોની પાર્ટીને ખાલિસ્તાનિઓ ફંડ આપી રહ્યા હોવાનો બિટ્ટુનો આક્ષેપ

ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં જ કોંગ્રેસ સાંસદ રવનીત સિંહ બિટ્ટુએ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની પાર્ટી પર આરોપ લગાવ્યો હતો કે, તેમની પાર્ટીને હરદીપ સિંહ નિજ્જર જેવા આતંકવાદીઓ દ્વારા ફંડ મળી રહ્યું છે. અત્રે એ યાદ રહે કે, રવનીત સિંહ બિટ્ટુ પંજાબના પૂર્વ મુખ્યમંત્રી બેઅંત સિંહના પૌત્ર છે અને 1995માં બેઅંત સિંહની ખાલિસ્તાનીઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી.


adv

Related News

post
post
post
post
post
post
post