• Home
  • News
  • કોંગ્રેસ નેતાએ કહ્યું- કેન્દ્રએ પહેલાં મ.પ્રની સરકાર પાડી, હવે રાજસ્થાનનો વારો; એટલે જ દેશ કોરોનાની લડાઈમાં આત્મનિર્ભર
post

રાહુલે ફેબ્રુઆરીથી અત્યાર સુધીના સરકાર કાર્યક્રમો સામે સવાલ ઉભા કર્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-21 11:25:07

નવી દિલ્હી: રાજસ્થાનમાં રાજકીય ખેંચતાણ વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. રાહુલે પ્રહાર કરતાં કોરોના કાળમાં સરકારની 6 સફળતા ગણાવી છે. તેમાં મધ્ય પ્રદેશ સરકાર પાડવા અને રાજસ્થાનમાં એવો પ્રયત્ન કરવાની વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ફેક ઈમેજ મોદીની તાકાત, પરંતુ દેશ માટે કમજોરી: રાહુલ
રાહુલે સોમવારે કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ સત્તામાં આવવા માટે પોતાની જે મજબૂત છબિ બનાવી છે તે ફેક છે. તે ફેક ઈમેજ મોદી માટે સૌથી મોટી તાકાત હોઈ શકે છે, પરંતુ તે હવે ભારત માટે સૌથી મોટી નબળાઈ બની ગઈ છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ રાહુલના નિવેદન વિશે કહ્યું હતું કે, રાહુલ જે પ્રમાણે રક્ષા અને વિદેશ નીતિ પર રાજકારણ કરી રહ્યા છે તેનાથી સ્પષ્ટ દેખાય છે કે, એક વંશ તેના પાપ ધોવા માટે વડાપ્રધાનની છબિને ખરાબ કરવાનો પ્રયત્ન કરે છે. 

adv

Related News

post
post
post
post
post
post
post