• Home
  • News
  • ગોડ્ડાના અદાણી પાવર પ્લાન્ટમાં ચીની કંપનીને કોન્ટ્રાક્ટ, હવે તે રદ કરવા માગ
post

ગોડ્ડા પાવર પ્લાન્ટમાં ચીનની કંપની સેપ્કો થ્રી રૂ. 9 હજાર કરોડના કામ કરાવી રહી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-08 11:55:12

ધનબાદ: ઝારખંડના ગોડ્ડામાં અદાણી પાવર અંદાજે 15 હજાર કરોડ રૂ.ના ખર્ચે 1,600 મેગાવૉટનો થર્મલ પાવર પ્લાન્ટ સ્થાપી રહી છે. તે માટે ચીનની કંપની સેપ્કો થ્રી (એસટીજી) સાથે કોન્ટ્રાક્ટ થયો છે.

 

ધારાસભ્ય પ્રદીપ યાદવે આ કોન્ટ્રાક્ટ રદ કરવાની માગ સાથે 4 જુલાઇએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કહ્યું છે કે પાવર પ્લાન્ટના નિર્માણમાં ચીનના અંદાજે 95 એન્જિનિયર અને સંખ્યાબંધ કામદારો છે. આ કામ ભારતીય કંપનીને અપાયું હોત તો સ્થાનિકોને રોજગારી મળી હોત. સ્થાનિક લોકો બેરોજગાર છે અને તેમની છાતી પર બેસીને ચીનાઓ કામ કરી રહ્યા છે. આ પાવર પ્લાન્ટમાં સેપ્કો થ્રી અબજો રૂપિયાનો કોન્ટ્રાક્ટ લઇને કામ કરી રહી છે. પાવર પ્લાન્ટ માટે ઉપયોગમાં લેવાતા ચીનમાં બનેલાં મશીનો કોલકાતા પોર્ટ પર ઉતારવામાં આવે છે અને ત્યાંથી પ્લાન્ટના સ્થળે લવાય છે. પ્લાન્ટ માટે જમીન સંપાદન વખતે પણ સ્થાનિકોએ ભારે વિરોધ કર્યો હતો. 

 

પ્લાન્ટ 620 એકરમાં બની રહ્યો છે
તપાસમાં માલૂમ પડ્યું કે પ્લાન્ટ નજીક ખડકાયેલા મશીનો પર મેડ ઇન ચાઇના ટુ ઇન્ડિયાલખ્યું હતું. પ્લાન્ટની બહાર થોડે દૂર ચાલતાં એક કાર પ્લાન્ટની અંદરથી નીકળે છે. તેમાં માસ્ક પહેરેલા કેટલાક લોકો દેખાય છે. સૂત્રોના જણાવ્યાનુસાર, તે સેપ્કો થ્રી કંપનીના લોકો છે. કંપની સાથે અદાણીનો 9 હજાર કરોડનો કોન્ટ્રાક્ટ છે. સેપ્કો થ્રીએ 2022 સુધી મુખ્ય બોઇલર અને ટર્બાઇન લગાવવાના છે. પ્લાન્ટની અંદર બ્રિજ એન્ડ રૂફ, સિમ્પ્લેક્સ, પહાડપુર, ધનવર્ષા વગેરે કંપનીઓ પણ કાર્યરત છે. 

 

252 એકર જમીન ગ્રીન બેલ્ટ વિકાસ માટે સુરક્ષિત રખાઇ
ગોડ્ડાના પોડૈયાહાટમાં 620 એકર જમીન પર આ પાવર પ્લાન્ટ તૈયાર થઇ રહ્યો છે. તેમાં 252 એકર જમીન ગ્રીન બેલ્ટ વિકાસ માટે સુરક્ષિત રખાઇ છે. 80 એકર જમીન પર મુખ્ય પ્લાન્ટ બનશે જ્યારે 172 એકર જમીન પર પ્લાન્ટ માટે જળાશય તથા એશ પોન્ડ બનાવાઇ રહ્યા છે. આ પ્લાન્ટ ઇમ્પોર્ટેડ કોલ બેઝ્ડ થર્મલ પાવર પ્રોજેક્ટ હશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post