• Home
  • News
  • ચેપ ડરાવવા લાગ્યો:કોરોનાના સક્રિય દર્દી ઝડપથી વધી રહ્યા છે, 7 દિવસમાં દરમાં 1.11%નો વધારો
post

26 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી 76,431 સક્રિય દર્દી વધ્યા, તેના પહેલાના અઠવાડિયામાં આ સંખ્યા 19,092 જ વધી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-03 12:04:52

આશરે એક અઠવાડિયાથી દેશમાં દુનિયાના સર્વાધિક કોરોનાના દર્દી મળવાની સાથે જ સક્રિય દર્દીઓ ઝડપથી વધવા લાગ્યા છે. 26 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર દરમિયાન સક્રિય દર્દી રોજ 1.5%ના સરેરાશ દરે વધીને 76,431 થઈ ગયા છે. આ તમામ હોસ્પિટલો કે આઈસોલેશનમાં સારવાર હેઠળ છે. તેના પહેલાના અઠવાડિયામાં ફક્ત 0.39%ના દરે 19,092 સક્રિય દર્દી વધ્યા હતા. સક્રિય દર્દીઓના વૃદ્ધિદરમાં એકાએક 1.11%નો વધારો ચિંતાજનક છે કેમ કે સક્રિય દર્દીઓનો દર સતત ઘટ્યા બાદ જ ચેપની અસર ઓછી થશે.

એક મહિનામાં 2.32 લાખ સક્રિય દર્દી વધ્યા, રિકવરી રેટ સ્થિર થયો

·         ઓગસ્ટમાં દેશમાં 2.32 લાખ દર્દી વધ્યા. અમેરિકા, બ્રાઝિલ અને રશિયાને છોડી બાકી દેશોમાં કુલ ચેપગ્રસ્ત ભારતના સક્રિય દર્દીઓથી ઓછા છે.

·         દેશમાં દર્દી સાજા થવાની ઝડપ ગત એક અઠવાડિયામાં ધીમી થઈ. 26 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર વચ્ચે રિકવરી રેટમાં 1.1%નો સુધારો થયો. જોકે તેના પહેલાના અઠવાડિયામાં રિકવરી રેટમાં 2.3%ની વૃદ્ધિ જોવા મળી હતી.

સક્રિય દર્દીઓની હોસ્પિટલ પર અસર, હાલ આવી સ્થિતિ...
કોવિડ હોસ્પિટલ- 1607
90
કેન્દ્ર તથા 1517 રાજ્યોની. 3.91 લાખ બેડ છે. 1.16 લાખ ઓક્સિજન સપોર્ટ અને 32,481 આઈસીયુ બેડ.
કોવિડ હેલ્થ સેન્ટર- 3543
85
કેન્દ્ર અને 3458 રાજ્યોની. 3.13 લાખ બેડ, 78 હજાર ઓક્સિજન સપોર્ટ. 78 હજાર ઓક્સિજન સપોર્ટ અને 19316 આઈસીયુ બેડ.
કોવિડ કેર સેન્ટર- 11691
આ સેન્ટર્સમાં બેડની કુલ સંખ્યા 10 લાખ 84 હજાર 183 છે.

દેશમાં નવ હજાર ગંભીર દર્દી, આ દુનિયાનો બીજો સૌથી મોટો આંકડો છે

·         દેશમાં 8,944 કોરોના દર્દી ગંભીર છે. અમેરિકામાં આ સંખ્યા સૌથી વધુ છે.

·         1 સપ્ટેમ્બરે સક્રિય દર્દીઓમાંથી 0.33% વેન્ટિલેટર પર હતા. 2.01% દર્દીઓને આઈસીયુમાં અને 3.35%ને ઓક્સિજન સપોર્ટ પર રખાયા હતા.

·         30 જાન્યુઆરીથી 1 સપ્ટેમ્બર સુધી કુલ 1 લાખ 49 હજાર 488 કોરોના દર્દી ઓક્સિજન બેડ પર દાખલ થયા. 1 લાખ 14 હજાર 281 આઈસીયુમાં રહ્યા. જોકે 33 હજાર 439 દર્દીઓને વેન્ટિલેટર પર રાખવા પડ્યા હતા.

દેશ

ગંભીર દર્દી

અમેરિકા

15,709

ભારત

8,944

બ્રાઝિલ

8,318

ઈરાન

3,693

મેક્સિકો

3,275

કોરોના વેક્સિનના વૈશ્વિક પ્રયાસોથી અમેરિકા અલગ થયું

·         અમેરિકા ડબ્લ્યૂએચઓ સાથે મળીને કોરોના વેક્સિન બનાવવાના પ્રયાસોથી અલગ રહેશે. વ્હાઈટ હાઉસે આ જાહેરાત કરી છે. અમેરિકાએ ડબ્લ્યૂએચઓ પર ચીન સાથે મળીને માહિતીઓ છુપાવવાનો આરોપ લગાવ્યો હતો.

·         દુનિયાભરમાં 36 વેક્સિન હાલ માનવી પર ટ્રાયલના તબક્કામાંથી પસાર થઇ રહી છે. જોકે 90 પર હજુ પ્રી-ક્લિનિકલ ટ્રાયલ હેઠળ પ્રાણીઓ પર અસર ચકાસાઈ રહી છે. તેમાં અમુક મુખ્ય ભારતીય વેક્સિનોનો પણ સામેલ છે.

·         ભારતમાં વિકસિત પ્રથમ સ્વદેશી વેક્સિન કો-વેક્સિન હજુ પરીક્ષણના ત્રીજા તબક્કામાં છે. ટ્રાયલના પ્રિન્સિપાલ ઈન્વેસ્ટિગેટર ડૉ. ઈ.વેન્કટ રાવ અનુસાર શરૂઆતના પરીક્ષણમાં તેની કોઈ આડઅસરો જોવા મળી નથી.

 

adv

Related News

post
post
post
post
post
post
post