• Home
  • News
  • કોરોના એનાલિસિસ:ગુજરાતમાં કોરોના કારણે 7.35 લાખ લોકો ક્વોરન્ટીન, છેલ્લા 6 દિવસમાં ક્વોરન્ટીનની સંખ્યામાં 1.81 લાખનો વધારો
post

પહેલી સપ્ટેમ્બરથી 6 દિવસમાં કુલ 4,48,845 કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યાં, તેની સામે 7,35,952 લોકો ક્વોરન્ટીન થયા

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-07 11:19:47

ગુજરાતમાં કોરોના કાબુમાં લેવાને બદલે કોરોના નાબૂદીનું ખાસ આંકડા અભિયાન શરૂ થયું હોય તેમ લાગી રહ્યું છે, કેમકે રાજ્યમાં કોરોના કેસની સામે રિકવરી રેટ 80%ની આસપાસ અને કેસ 1200ની આજુબાજુ બતાવવામાં આવી રહ્યા છે. પણ સૌથી મહત્વનું એ છે કે, ગુજરાતમાં (ગઈકાલ) તા,6 સપ્ટેમ્બરના રોજ 7,35,952 લોકો ક્વોરન્ટીન હતા, એટલું જ નહીં તા.1 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર સુધીના માત્ર 6 દિવસમાં ક્વોરન્ટીનની સંખ્યામાં 1,81,267 નો વધારો થયો છે, આમ ગુજરાતમાં આજની તારીખે 7.35 લાખ ક્વોરન્ટીન છે, એટલે કે આ 7.35 લાખ લોકો સંક્રમિત છે અથવા સંક્રમિતના સંપર્કમાં આવેલા છે.

સતત 6 દિવસથી રોજ 1300થી વધુ કેસ સામે આવ્યાં
ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવતા કોરોનાના આંકડાનું વિશ્લેષણ કરવામાં આવતા રાજ્યમાં છેલ્લા 6 દિવસમાં 70 હજારની આસપાસ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં સતત 6 દિવસથી 1300થી વધુ કેસ આવ્યા છે, જ્યારે સાજા થવાનો દર 80થી 81% સુધીનો રહ્યો છે.

રાજ્યમાં 1 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર સુધીના ક્વોરન્ટીનના આંકડા
ગુજરાતમાં 1 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર સુધીના ક્વોરન્ટીન થયેલાના સરકારી આંકડા જોવામાં આવે તો 1 સપ્ટેમ્બરના રોજ 5,54,685, 2 સપ્ટે.5,52,772, 3 સપ્ટે.ના રોજ 5,54,774, જ્યારે 4 સપ્ટેમ્બરના રોજ 5,53,061 , 5 સપ્ટેમ્બરના રોજ 5,69,519 અને 6 સપ્ટેમ્બરના દિવસે 7,35,952 લોકો ક્વોરન્ટીન થયેલા છે. આ જ 6 દિવસ દરમિયાન કોરોનાના ટેસ્ટ કેટલા થયા એ જોઈએ તો 1 સપ્ટેમ્બરના રોજ 78,070, તા.2 સપ્ટેમ્બરના રોજ 74,523 ટેસ્ટ, તા.3 સપ્ટે.ના દિવસે 75,487,અને 4 સપ્ટે.ના રોજ 75,453, તા.5 સપ્ટેના દિવસે 72,751 અને 6 સપ્ટેમ્બરે 72,561 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post