• Home
  • News
  • શાંઘાઈમાં ફૂટ્યો કોરોના બોમ્બ, કડક લોકડાઉન છતાં ત્રણ લોકોના મોત, અનેક લોકો સંક્રમિત
post

કોરોના વાયરસને કારણે ચીન ફરીથી દહેશતમાં છે. ખાસ કરીને શાંઘાઈમાં હાલાત સુધરવાની જગ્યાએ બગડી રહ્યા છે. સંક્રમણને કંટ્રોલમાં લાવવા માટે લોકડાઉન પણ લગાવાયું છે પરંતુ કેસ ઓછા થવાનું નામ જ નથી લેતા.

Written By newsonline | Ahmedabad | Published: 2022-04-18 10:17:16

શાંઘાઈ: કોરોના વાયરસને કારણે ચીન ફરીથી દહેશતમાં છે. ખાસ કરીને શાંઘાઈમાં હાલાત સુધરવાની જગ્યાએ બગડી રહ્યા છે. સંક્રમણને કંટ્રોલમાં લાવવા માટે લોકડાઉન પણ લગાવાયું છે પરંતુ કેસ ઓછા થવાનું નામ જ નથી લેતા. ઉલ્ટું ત્રણ લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. લોકડાઉન બાદ પહેલીવાર એવું બન્યું છે કે કોરોનાના કારણે કોઈનું મૃત્યુ થયું છે. 

ચીનમાં પહેલીવાર મોતના સમાચાર સામે આવ્યા:

ન્યૂઝ  એજન્સી એએનઆઈના રિપોર્ટ મુજબ શાંઘાઈમાં છેલ્લા 24 કલાકમાં 2,417 નવા કેસ સામે આવ્યાં છે. જ્યારે ત્રણ લોકોના મોતથયા છે. મૃતકોની ઉંમર 89 થી 91 વર્ષ વચ્ચે હતી અને તેઓ અન્ય બીમારીથી પણ પીડાઈ રહ્યા હતા. અત્રે જણાવવાનું કે ઉત્તર પૂર્વ પ્રાંત જિલિનમાં ગત મહિને બે લોકોના મોત બાદ પહેલીવાર એવું બન્યું છે કે કોરોનાના કારણે કોઈના મોતના સમાચાર સામે આવ્યા છે. 

3,20,000થી વધારે કેસ નોંધાયા:

ચીનમાં છેલ્લા કેટલાક સમયથી કોરોનાના વધુ કેસ સામે આવી રહ્યા છે. જેને ધ્યાનમાં લેતા ઓછામાં ઓછા 44 શહેરોમાં કડકાઈ વર્તવામાં આવી રહી છે. શાંઘાઈ જેવા શહેરોમાં જ્યાં સ્થિતિ સતત બગડી રહી છે ત્યાં પ્રશાસને લોકડાઉન પણ લગાવવું પડ્યું છે. ગત મંગળવારે સ્વાસ્થ્ય વિભાગ દ્વારા બહાર પડેલા આંકડામાં જણાવાયું હતું કે એક માર્ચથી અત્યાર સુધીમાં 31 પ્રાંતમાં કોવિડ-19ના 320,000 થી વધુ કેસ રેકોર્ડ થયા છે. જ્યારે Guangzhou માં લોકોના અવરજવર પર પ્રતિબંધ લાગ્યો છે. અહીં મંજૂરી વગર લોકો શહેરની બહાર જઈ શકતા નથી કે ન તો કોઈ શહેરમાં આવી શકે છે. 

શાંઘાઈમાં કેસ વધતાં જિનપિંગની ચિંતામાં વધારો:

શાંઘાઈમાં કોવિડ-19ના કેસમાં ભારે વધારાના પગલે ચીનનો જહાજ નિર્માણ ઉદ્યોગ ખુબ પ્રભાવિત થયો છે. તેનાથી દેશના ત્રીજા વિમાનવાહક જહાજનું નિર્માણ પણ ખોરવાયું છે. અત્રે જણાવવાનું કે શાંઘાઈ ચીનનું વેપાર અને ઔદ્યોગિક કેન્દ્ર છે. આવામાં અહીં લોકડાઉનથી તેની અર્થવ્યવસ્થા પણ પ્રભાવિત થઈ રહી છે. પરંતુ વાયરસના વધતા ખૌફને જોતા સરકારે અનિચ્છાએ પણ આ પગલું લેવું પડ્યું છે. 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post