• Home
  • News
  • કોરોનાનો ભયંકર પ્રકોપ, 24 કલાકમાં 1.61 લાખથી વધુ કેસ, 879 લોકોના મૃત્યુ
post

દેશમાં કોરોનાનું સંકટ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. દરરોજ મોટી સંખ્યામાં કોરોનાના નવા કેસ આવતા સરકાર સામે મોટો પડકાર ઊભો થયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આજે સવારે જાહેર થયેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 1.61 લાખથી વધુ નવા દર્દીઓ નોંધાયા છે. જ્યારે 879 લોકોના મૃત્યુ થયા છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-04-13 09:40:01

 નવી દિલ્હી: દેશમાં કોરોનાનું સંકટ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. દરરોજ મોટી સંખ્યામાં કોરોનાના નવા કેસ આવતા સરકાર સામે મોટો પડકાર ઊભો થયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આજે સવારે જાહેર થયેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 1.61 લાખથી વધુ નવા દર્દીઓ નોંધાયા છે. જ્યારે 879 લોકોના મૃત્યુ થયા છે. 

દેશમાં છેલ્લા 24 કલાકમાં 1.61 લાખથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આજે સવારે જાહેર થયેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 1,61,736 નવા દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસની સંખ્યા 1,36,89,453 પર પહોંચી ગઈ છે. જેમાંથી 1,22,53,697 લોકો કોરોનાને માત આપીને રિકવર થયા છે. જ્યારે 12,64,698 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. એક્ટિવ કેસની સંખ્યા ખુબ વધી રહી છે જે ચિંતાજનક છે. એક જ દિવસમાં કોરોનાએ 879 લોકોનો ભોગ લીધો. આ સાથે જ કુલ મૃત્યુનો આંકડો 1,71,058 પર પહોંચી ગયો છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધી દેશમાં કુલ 10,85,33,085 લોકોને રસી આપવામાં આવી છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post