• Home
  • News
  • લેબમાં બનાવવામાં આવ્યો કોરોના! આ પોસ્ટને લઇને Facebook એ કર્યો મોટો નિર્ણય
post

ફેસબુક ઘણા સમયથી કોવિડ સાથે સંકળાયેલી ખોટી સૂચનાના પૂરનો સામનો કરવા માટે સંબંધિત પોસ્ટ હટાવતું આવ્યું છે અને તેના પર ચેતાવણીના લેબલ લગાવતું રહ્યું હતું. ઉદાહરણ તરીકે તેને ડિસેમ્બર 2020 કહ્યું હતું કે તે રસી સાથે જોડાયેલી ખોટી જાણકારી હટાવી દેશે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-05-28 11:55:55

વોશિંગ્ટન: ફેસબુકે કહ્યું કે તે પોતાના મંચ પરથી તે પોસ્ટને નહી હટાવે જેમાં કોવિડ 19 ને માનવ નિર્મિત અથવા તેના વિનિર્માણ કરવાનો દાવો કરવામાં આવ્યો છે. કંપનીએ કોવિડ 19ની ઉત્પત્તિને લઇને ચાલે રહેલી તપાસ અને સાર્વજનિક સ્વાસ્થ્ય વિશેષજ્ઞોની સાથે વિચાર-વિમર્શને ધ્યાનમાં રાખતાં આમ કરવાનો નિર્ણય કર્યો છે.

અત્યાર સુધી સંદિગ્ધ જાણકારીઓ હટાવી રહ્યું હતું ફેસબુક
ફેસબુક ઘણા સમયથી કોવિડ સાથે સંકળાયેલી ખોટી સૂચનાના પૂરનો સામનો કરવા માટે સંબંધિત પોસ્ટ હટાવતું આવ્યું છે અને તેના પર ચેતાવણીના લેબલ લગાવતું રહ્યું હતું. ઉદાહરણ તરીકે તેને ડિસેમ્બર 2020 કહ્યું હતું કે તે રસી સાથે જોડાયેલી ખોટી જાણકારી હટાવી દેશે. 

અમેરિકી સરકારે આપ્યો આ આદેશ
અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેનએ ગુપ્ત અધિકારીઓને કોવિડ 19 મહામારીન સ્ત્રોતની તપાસ સાથે સંકળાયેલા પોતાના પ્રયત્નોને તેજ કરવાનો આદેશ આપ્યો છે. તેમાં ટેસ્ટના કોઇ ચીની પ્રયોગશાળા તરફ લઇ જવાની કોઇ પણ તપાસની સંભાવના સામેલ છે. 

adv

Related News

post
post
post
post
post
post
post