• Home
  • News
  • કોરોનાવાઈરસ:અમેરિકામાં કોરોના સંક્રમણ વધ્યું, એક મહિનામાં હોસ્પિટલોમાં 65% દર્દી વધ્યા, યુરોપમાં દર્દીઓ 1.11 કરોડને પાર, રશિયામાં સૌથી વધુ નોંધાયા
post

પેન્ડેમિક એક્સપર્ટ એન્થની ફોસીએ કહ્યું કે, હવે ઠંડીના કારણે સ્થિતિ વધુ બગડી શકે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-06 11:25:04

અમેરિકામાં છેલ્લા એક અઠવાડિયામાં બીજી વાર એક દિવસમાં એક લાખથી વધુ કોરોના દર્દીઓ નોંધાયા છે. એટલું જ નહીં, અહીં એક દિવસમાં નોંધાયેલા દર્દીઓનો રેકોર્ડ પણ તૂટી ગયો છે. અમેરિકામાં બુધવારે 1,08,389 નવા દર્દી નોંધાયા છે. અગાઉ 30 ઓક્ટોબરે 1,01,541 દર્દી નોંધાયા હતા. કોવિડ ટ્રેકિંગ પ્રોજેક્ટ એજન્સીના મતે હાલ અહીંની હોસ્પિટલોમાં 50 હજાર દર્દી છે, જે ઓક્ટોબરના પહેલા અઠવાડિયાના આંકડાની તુલનામાં 64% વધારે છે. હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા વધવાનું કારણ ફક્ત વધુ ટેસ્ટ કરાયા એ નથી, પરંતુ અનેક લાપરવાઈ પણ છે. પેન્ડેમિક એક્સપર્ટ એન્થની ફોસીએ કહ્યું કે, હવે ઠંડીના કારણે સ્થિતિ વધુ બગડી શકે છે. અમેરિકામાં અત્યાર સુધી 98,02,374 દર્દી નોંધાયા છે, જ્યારે 2,39,842 લોકોનાં મોત થયાં છે.

સર્બિયા: અંત્યેષ્ટિમાં ગયેલા ચર્ચ પ્રમુખ સહિત અનેક સંક્રમિત
સર્બિયાના ઓર્થોડોક્સ ચર્ચના પ્રમુખ ઈરિનેજ કોરોના સંક્રમિત થઈ ગયા છે. તેઓ ચર્ચના એક પદાધિકારીના અંતિમ સંસ્કારમાં સામેલ થયા હતા. આ કાર્યક્રમમાં સેંકડો લોકો માસ્ક વિના હાજર રહ્યા હતા, જેમાં અનેક સંક્રમિત થઈ ગયા હતા.

બ્રિટન: લૉકડાઉન તોડ્યું તો દર વખતે રૂ. 20 હજારનો દંડ
બ્રિટનમાં ગુરુવારે ફરી એકવાર લૉકડાઉન જાહેર કરાયું છે. અહીં લૉકડાઉન તોડવા બદલ દર વખતે રૂ. 20 હજારનો દંડ ફટકારાશે. બીજી તરફ, યુરોપમાં અત્યાર સુધી 1,11,06,432 દર્દી આવી ચૂક્યા છે, જ્યારે સૌથી વધુ 16,93,454 રશિયામાં નોંધાયા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post