• Home
  • News
  • Corona છે ચીનનું જ પાપ, પુરાવા સાથે બ્રિટિશ વૈજ્ઞાનિકોનો દાવો, દુનિયાને તબાહ કરવા વુહાનમાં બનાવાયો વાયરસ
post

કોરોના વાયરસ લેબમાં તૈયાર થયો છે. ફરી એક વાર આ દાવો કરવામાં આવ્યો છે અને તે પણ પુરાવાઓ સાથે. વૈજ્ઞાનિકોએ એવો પણ દાવો કર્યો છે કે, દુનિયાને ગુમરાહ કરવા ચીને ખોટી થિયરી ફેલાવી.

Written By newsonline | Ahmedabad | Published: 2021-06-01 11:57:49

નવી દિલ્લીઃ કોરોના વાયરસની ઉત્પતિ કેવી રીતે થઈ? આ સવાલનો જવાબ આખી દુનિયા શોધી રહી છે. આ વિશે વારંવાર દાવો કરવામાં આવ્યો છે, કે વાયરસ ચીનના વુહાનની લેબમાંથી જ બન્યો છે.બ્રિટિશ અખબારના રિપોર્ટ અનુસાર 22 પેજના આ રિપોર્ટમાં વુહાનની લેબમાં થયેલા પ્રયોગોનું વિશ્લેષણ કરીને આ નિષ્કર્ષ કાઢ્યો છે. વૈજ્ઞાનિકોના અભ્યાસમાં એવું પણ સામે આવ્યું છે કે, SARS કોરોના વાયરસ-2નો કોઈ પ્રાકૃતિક પૂર્વજ નથી. એટલે એ વાત કોઈ જ સંદેહ નથી કે તેને વુહાનની લેબમાં ગરબડ કરીને બનાવવામાં આવ્યો છે. વૈજ્ઞાનિકોએ તો એવો પણ દાવો કર્યો છે કે, વાયરસની ફિંગર પ્રિન્ટ લેબમાંથી તોડી મરોડીને પેદા કરવામાં આવી છે.

લાંબા અભ્યાસ બાદ પુરાવાઓ સાથે બ્રિટેનના વૈજ્ઞાનિકો આ દાવો કરી રહ્યા છે.બ્રિટેનના પ્રોફેસર એંગસ ડેલ્ગલિશ અને નોર્વેના ડોક્ટર બર્ગર સોરેનસેને આ નવા અભ્યાસ અંગે માહિતી આપી છે. તેમના જણાવ્યા પ્રમાણે SARS-CoV-2 વાઈરસ હકીકતમાં ચીનના વુહાન લેબમાંથી રિસર્ચ સમયે લીક થયો છે. જ્યારે આ અંગે ભૂલ થઈ ગઈ તો રિવર્સ એન્જીનિયરિંગ વર્ઝન કરીને તેને છૂપાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. સામાન્ય રીતે કુદરતી વાયરસ આટલી ઝડપથી મ્યુટેટ નથી થતો. સાથે જ તે આટલી ઝડપથી ફેલાતો નથી.

અમેરિકા પણ વારંવાર કહેતું આવ્યું છે. અમેરિકાના પૂર્વ વિદેશમંત્રી માઈક પોમ્પિયોએ તો એવો પણ દાવો કર્યો છે કે, વુહાન ઈન્સ્ટીટ્યૂટ ઑફ વાયરોલોજી સૈન્ય ગતિવિધિઓમાં પણ જોડાયેલું છે. આ એ જ લેબ છે જ્યાંથી કોરોનાની ઉત્પતિ થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પોમ્પિયોએ ચીન પર પ્રહાર કરતા એવું પણ કહ્યું કે, ચીન આપણને એ કહેવાનો ઈન્કાર કર્યો કે, લેબમાં શું ગતિવિધિ થઈ રહી હતી. અમે ત્યાં જવાનો પ્રયાસ કર્યો તો પણ ન જવા દીધા. આ પહેલા અમેરિકાના વિશેષજ્ઞ ડૉ. ફાઉસી પણ દાવો કરી ચુક્યા છે કે, આ વાયરસ ચીનનની લેબથી જ આખી દુનિયામાં ફેલાયો.

મહત્વું છે કે, કોરોના વાયરસ દુનિયાની સામે ડિસેમ્બર 2019માં આવ્યો હતો. જે બાદ અત્યાર સુધીમાં તેના કારણે લાખો લોકો જીવ ગુમાવી ચુક્યા છે અને હજી પણ લાખો લોકો તેની સારવાર લઈ રહ્યા છે. દુનિયા અનેકવાર દાવો કરી ચુકી છે કે, આની પાછળ ચીનનો હાથ છે. અને બ્રિટેનના આ રિપોર્ટથી ફરી એકવાર આ વાત પુરવાર થઈ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post